કિંજલ રાજપ્રિયા એક ભારતીય અભિનેત્રી છે. તેણી મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેણીએ 2015 માં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી અભિનયની શરૂઆત કરી હતી. કિંજલએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે. જેમાં તેણીએ સાડી પહેરી છે. તેનો આ ક્યુટ લૂક જોઈ તેના ફેન્સ તેના દિવાના થયા.
કિંજલ રાજપ્રિયા ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે. ત્યારે આ સમયે કિંજલ રાજપ્રિયાએ હાલમાં જ સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેના ફોટોઝ જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ વ્હાઇટ સાડી અને ગોલ્ડન બ્લાઉઝ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. કિંજલ રાજપ્રિયાએ શેર કરેલ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, “હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.”
તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર અને ગોર્જિયસ લાગી રહી હતી. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ગળામાં નેકલેશ અને હાથમાં બેંગલ્સ પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.