તા.૨૮ રવિવારને સવારે ૮:૧૫ના મવડી પાળ રોડ, રામધણ આશ્રમ પાસ, આસોપાલવ એન્ગિમાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે ડી.કે.સખીયા ઉપસ્થિત રહ્યા હતા અને આસોપાલવ ડેવલોપર્સ ગ્રુપને શુભેચ્છા પાઠવી હતી.
આ અંગે માહિતી આપતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અક્ષર ગ્રુપ, આસોપાલવ ગ્રુપ અને એપલ ગ્રુપનું અમારુ જોઈન્ટ વેન્ચર છે. ત્યારે આસોપાલવમાં અને મવડીથી નજીક અને રીંગ રોડથી નજીક આ પ્રોજેકટ ડેવલોપ કરીએ છે. અહીં ૧૯૨, ૩બીએચકેના ૯૬૦ કાર્પેટના ફલેટ છે અને સાથે સ્વીમીંગ પુલ અને મંદિરની પણ ફેસિલીટી છે. ત્યારે કોઈ ઈવેન્ટ કે ફંકશન સેલિબ્રેશન માટે હોલ પણ બનાવી આપવામાં આવશે અને બાળકો માટે ગાર્ડન અને હિંચકા, લસરપટ્ટીની પણ સુવિધા આપવામાં આવશે. અને અહિં આસોપાલવ ફલેટમાં રેન્ટ (૨૭ લાખ) રાખેલું છે. હાર્દિકભાઈ અજુડિયા (ભાગીદાર)એ જણાવ્યું હતું કે, મવડી રોડમાં આ પ્રોજેકટ અમે ડેવલોપ કરીએ છે ત્યારે જે લોકોને પોતાના સ્વપ્નનું ઘર જોઈતું હોય તેને મવડી વિસ્તારમાં જ રીસોર્ટ લીવીંગ ખાતે ઓછી કિંમતે પોતાના પરિવાર સાથે અહીં આવીને રહી શકે છે. સંપૂર્ણ સુવિધા સાથેનો પ્રોજેકટ આપણે આપવા જઈ રહ્યા છે. આ સમગ્ર પ્રોજેકટ સવા બે એકરમાં બનવા જઈ રહ્યો છે.
માર્કેટીંગ યાર્ડ હેડ (ડી.કે.સખીયા)એ જણાવ્યું હતું કે, રાજકોટ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટની આજુબાજુનો વિસ્તાર અને મવડી રોડ પર આસોપાલવ પ્રોજેકટ જે ઉભુ થઈ રહ્યું છે ત્યારે લોકોને સારી ફેસેલીટી મળે તે માટે આસોપાલવ ગ્રુપ જે પ્રોજેકટ તૈયાર કરે છે તો આ ગ્રુપને શુભેચ્છા પાઠવી હતી.