જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકાની આવતીકાલે યોજનારી ચૂંટણી દરમિયાન સુરક્ષા ની દ્રષ્ટિએ પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારના ચાંપતા પગલા ભરવામાં આવી રહ્યા છે, અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેના તમામ સુરક્ષા પ્રબંધો કરવામાં આવી રહ્યા છે. જામજોધપુરના સંવેદનશીલ વિસ્તારમાં એરિયલ વ્યુ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ એસ.ઓ.જી.ની ટુકડીએ ગઈકાલે જામજોધપુરના સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી જઈ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો, અને સમગ્ર વિસ્તારમાંથી એરિયલ વ્યુ મેળવ્યા હતા, અને તેનું રેકોર્ડિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ની ચકાસણી કરવામાં આવી હતી.