શિવભાણસિંહ, સેલવાસ:
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પંચાયતી રાજ દ્વારા સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રદેશના 99 ગામડાઓનો એરિયલ સર્વે મેપ તૈયાર કરવામાં આવશે. આ અન્વયે દમણ ઉપ સમાહર્તા ચાર્મી પારખે જાણકારી આપતા જણાવ્યું છે કે પંચાયતી રાજની આ સ્વામીત્વ યોજના રેવન્યુ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયા સાથે મળી હાથ ધરાશે.
આ યોજના હેઠળ સર્વેની દરેક પંચાયતોમાં, ગ્રામ સભા તેમજ બીજા માધ્યમોથી દરેક સુધી માહિતી પહોંચાડવામાં આવશે. સ્વામિત્વ યોજના અંતર્ગત દરેક ગામડાની બાઉન્ડ્રી પર ચુના માર્કિંગ તેમજ દરેકની પ્રોપર્ટી પર પણ ચુના માર્કિંગ કરી ડ્રોન દ્વારા ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવશે.
જો કોઈને નકશામાં કઈ પરેશાની લાગે તો આ ડિજિટલ મેપ ને પબ્લિક ડોમેન્સમાં મુકવામાં આવશે જેથી દરેક પંચાયતો આ પ્રકારની ફરિયાદો દૂર કરી શકશે. ત્યારે આ ડ્રોન મેપિંગમાં સહયોગ આપવા ચાર્મી પારેખે લોકોને આગ્રહ કર્યો છે.