નેકસ્ટ જનરેશનનું આ એસી ૬૦ ડિગ્રી તાપમાનમાં પણ આપશે ઠંડક: ૧, ૧.૫ અને ૨ ટનના અનેક મોડેલોની શ્રેણીમાં ઉપલબ્ધ એસી ઉપર કંપની દ્વારા ૩ વર્ષની વોરંટી અપાશે: એમ.ડી. નિપુન સિંઘલ
સૌરાષ્ટ્ર કચ્છમાં ઉનાળાના દિવસો નજીક આવી રહ્યા છે અને કન્ઝયુમર માર્કેટમાં એર કંડિશન્ડર ડિમાન્ડ વધારે જોવા મળતી હોઈ છે ત્યારે બજારમાં ઉપલબ્ધ ઉપકરણમાં સૌથી આધુનિક અને કિફાયતી એર કન્ડીશંડ એમ્સટ્રાડ બ્રાન્ડના એર કન્ડીશંડર આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં લોન્ચ કરવામાં આવ્યા છે.આ અંગે યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કંપનીના મેનેજીંગ ડિરેકટર અને સી ઈ ઓ નિપુન સિંઘલે જણાવ્યું હતું કે રાજકોટમાં અમારી શ્રેષ્ઠ પ્રોડકટ લોન્ચ કરતા હર્ષ અને ખુશી અનુભવીએ છીએ અને આ વર્લ્ડ ક્લાસ પ્રોડકટને સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમારી શ્રેષ્ઠ પ્રતિસાદ મળશે તેવી અમને આશા છે.
કંપની હાલ – વન વિઝન વન ટીમના નવા સૂત્ર સાથે અને નવી શક્તિ સાથે બજારમાં આવી છે અને ગ્રાહકો માટે ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સીસ ઉદ્યોગમાં એક વિશ્વાસ પાત્ર નામ તરીકે ઉભરી આવી છે અને આ કંપનીની આગેવાનીમાં, “એમ્સ્ટ્રાડ બ્રાન્ડ હેઠળ ગ્રાહકોને નેક્સ્ટ જનરેશન ક્વોલિટી, ટેક્નોલોજી અને સર્વિસીઝ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
વન વિઝન વન ટીમ એ જેમનો વિચાર છે તે એમડી અને સીઈઓ એમ.આર. નિપુન સિંઘલે આ વિશિષ્ટ ખ્યાલ શરૂ કર્યો છે. નિપુન સિંઘલે આ પેહેલા ૨૦૦૮ થી ૨૦૧૭ દરમિયાન ભારતના અગ્રણી બ્રાન્ડ લોઈડ એક કન્ડિશન્ડરને પણ સાવ શૂન્યથી એક મોટી બ્રાંડ તરીકે બજારમાં એસ્ટાબ્લિશ્ડ કરવામાં સફળ રહ્યા હતા.
વન વિઝન વન ટીમ એ અન્ય કંપની કરતા જુદી છે કારણ કે વન વિઝન વન ટીમ ઉદ્યોગમાં મોટાભાગના ડીલરોને પણ ઇન્ડિયા પ્લેટફોર્મ પર એક કરવાનું કામ કર્યું છે અને હજારો ગ્રાહકોને પેન ઇન્ડિયા પ્લેટફોર્મ પર લાવ્યું છે અને જે તેમના ગ્રાહકોને નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ્સ અને શ્રેષ્ઠ સેલ્સ એન્ડ સર્વિસ આપવા માંગે છે તેમ જણાવતા નિપુન સિંઘલે જણાવ્યું હતું કે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ એક મોટી માર્કેટ છે અને ડેવલપ રાજ્ય છે અને અહીંની મોટા ભાગની કોમ્યુનિટી બિઝનેસ કોમ્યુનિટી છે ત્યારે અમારી પ્રોડક્ટને બેસ્ટ રિસ્પોન્સ મળશે.
રાજકોટ,જામનગર અને કચ્છના ડિસ્ટ્રીબ્યુટર સાહેબ ઈલેકટ્રોનિક્સના શમશેરસિઘે જણાવ્યું હતું કે આ એક વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે. ગ્રાહકોને પણ આ વર્લ્ડ ક્લાસ પ્રોડકટ વિશેષ પસંદ પડશે અને સાથોસાથ અમારા તરફથી બેસ્ટ સર્વિસની પણ ખાતરી આપીએ છીએ. કંપની દ્વારા ૧,૧.૫ અને ૨ ટનના સ્પ્લિટ એરકંડીશન્ડર હાલ બજારમાં મુકવામાં આવ્યા છે. અને તમામ મોડેલને બેસ્ટ ટેક્નોલોજી સભર બનાવ્યા છે અને વીજળીની બચત થાય તે માટેનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે.
હાલ કંપનીએ એસીની અને ફિક્સ સ્પીડ ની નવી શ્રેણી શરૂ લોન્ચ કરી છે જે ૬૦ ડિગ્રી આસપાસના તાપમાન પર પણ ઠંડીનો અનુભવ કરાવશે અને સાથોસાથ આ એરકંડીશન્ડર ૧૩૦-૨૭૦ વી વોલ્ટેજની વચ્ચે કામ આપશે. આ શ્રેણી વાઇફાઇ સક્ષમ પણ છે અને એપની મદદ સાથે મોબાઇલ ફોન / ગૂગલ હોમ / એલેક્સા સાથે જોડાઈ શકે છે અને વોઈસ કમાન્ડ પર કામ કરી શકે છે. એમ્સટ્રાડના ચાર બ્રાન્ડ એમ્બેસેડર હિના સિદ્ધુ કે જેઓ પિસ્તોલ શૂટર છે, જિન્સન જોહ્ન્સન કે જેઓ મિડલ ડિસ્ટન્સ રનર છે, જેવેલિન થ્રોવર નીરજ ચોપરા અને આઈસીસી પ્લેયર ઓફ ધ યર ૨૦૧૮ અને વિશ્વની નંબર વન બેટ્સવુમન – સ્મૃતિ માંધાના સામેલ છે.
૧ માર્ચ, ૨૦૧૯ ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ડીલરોની એક ડીલર મીટ પણ રાજકોટમાં કંપનીના ટોચના અધિકારીઓની ઉપસ્થિતિમાં થઇ હતી આ પત્રકાર પરિષદમાં એમડી અને સીઈઓ એમ.આર. નિપુન સિંઘલ ઉપરાંત ટીમના સી ઓ ઓ વિવેક શુક્લ, ચંદ્રેશભ વકીલ,મનીષ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ, જામનગર અને કચ્છના ડિસ્ટ્રીબ્યુટર સાહેબ ઇલેક્ટ્રોનિક્સના ભગતસિંહજી, શમશેરસિંઘ, જગતસિંઘ મનમોહનસિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયારે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને પોરબંદર જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર ગોપાલ એજન્સીના હરિસિંઘજી અને જગજીતસિઘ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.