માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવલા નોરતા ત્યારે યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. હાલ અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામતી હોય છે જેની સાથે પ્રાચીન ગરબીઓનું પણ મહત્વ ઘટયું નથી ત્યારે શહેરની ભાગોળથી અતિપ્રાચીન ગરબીઓ હજુ જીવંત છે. આઝાદી પહેલા સ્થપાયેલી ગરૂડની ગરબી સદી પછી પણ જીવંત છે. રાજકોટના રાજવી લાખાજીરાજબાપુના હસ્તે ૧૯૧૯માં ગરૂડની ગરબી શરૂ કરાઈ હતી જેનું મહત્વ લાકડાના ગરૂડમાં દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરી દીકરીઓ બેસાડી સ્ટેજ પર આવે છે જેથી આ બાળાઓને આજીવન કોઈ ગંભીર બિમારી થતી નથી.તેને માતાજીનું સત માનવામાં આવે છે. કરણપરા ચોક ગરબી મંડળ ૩૭ વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે. જેમાં ૩૫ બાળાઓ છે. મુખ્યત્વે મોગલમાંનો મેળો, બેડા રાસ, રામરોટી, સાથીયો, ટીપણી રાસ પ્રખ્યાત છે. કિશાનપરા ચોક ખાતે ચિત્રકુટ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૧ વર્ષથી પ્રાચીન ગરબી યોજાય છે. જેમાં ૬૦ બાળાઓ ભાગ લે છે. ઘર ઘરથી લોકો આ ગરબી નિહાળવા આવે છે.
ગરૂડની ગરબીકરણપરા ચોકની પ્રાચીન ગરબીચિત્રકુટ ગરબી મંડળ (કિશાનપરા ચોક)