રાષ્ટ્રીય સુરક્ષા માટે સંગઠીત થયેલા ભંડોળનો ઉપયોગ કરવા હિમાયત કરાઈ
કેવડીયા ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા ડીજીપી કોન્ફરન્સ રવિવારના રોજ સમાપ્ત થઈ હતી. જયારે આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો દરિયાઈ તટીય સલામતી પર રહ્યું હતું. કોન્ફરન્સમાં હાજરી આપતા ટોચના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી.નો દરિયાઈ કિનારો છે અને તેથી બોર્ડર સિકયુરીટી ફોર્સ જેવી અન્ય સેનાની સ્થાપના કરવા માટે પણ દરખાસ્ત અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વાત કરવામાં આવે તો ભારતીય કોસ્ટગાર્ડે એક જહાજને અલંગ તરફ દોરી જઈ ૧૫૦૦ કિલો હેરોઈનને જપ્ત કર્યું હતું. જયારે બીજી ઘટનામાં નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા મુંબઈ, બેંગ્લોર અને ઉત્તરપ્રદેશમાં બોમ્બ વિસ્ફોટની જે યોજના બનાવવામાં આવી હતી તેને પણ નિષ્ફળ કરી હતી.
વિવિધ એજન્સીઓના ઈન્પુટ પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડે અલંગમાં વિખેરી નાખવા માટે વિદેશી દેશોમાંથી આવતા જહાજો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટી પ્રોસેસરની સમીક્ષા કરવાનું નકકી કર્યું હતું. જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કસ્ટમની મંજૂરી બાદ જ બોમ્બેના સ્ત્રોત મુજબ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં જહાજને મંજૂરી આપવામાં આવી છે.
વધુમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, અમારી ભૂમિકા માત્ર પર્યાવરણની મંજૂરીઓ અને રિવાજો પછી જ આવે છે અને વિવિધ એજન્સીઓના ઈન્પુટના આધારે ફકત યાર્ડના પાંચ નોટીકલ માઈલની અંદર જ એસોપીને સમીક્ષા માટે જોવામાં આવે છે.
ડીજીપી કોન્ફરન્સમાં ચર્ચામાં લેવાયેલી મહત્વની સમસ્યાઓ સમાજ પર સામાજીક મીડિયાની અસર અને રાષ્ટ્રની આંતરીક સુરક્ષા માટે સોશ્યલ મીડિયા પર હાનીકારક સામગ્રી પર કઈ રીતે દેખરેખ રાખી શકાય તે વિશે પોલીસ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયાની હકારાત્મક બાજુ પર પણ ચર્ચા કરવી જોઈએ અને નાગરિકોના સંબંધમાં પોલીસને તેમની પહોંચ વધારવામાં કેવી રીતે મદદ કરી શકે તે પણ મહત્વનું છે. જયારે અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મુંબઈમાં ૨૦૦૮ના શ્રેણીબંધ વિસ્ફોટો પછી પશ્ર્ચિમી પ્રદેશમાં કોઈપણ મોટા ત્રાસવાદી હુમલા થયા હોવા છતાં ત્યાં હંમેશા ભયનો માહોલ સર્જાયેલો રહે છે તેને કઈ રીતે દૂર કરવો તે પણ મહત્વની વાત છે.
આતંકી સંગઠન ઈન્ડિયન મુઝાહુદ્દીનનો ટોપ કથીત ઓપરેટીવ અને કેટલાક લોકો પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યાં છે કે, જેઓ ફરીથી એક જૂટ થઈ પોતાની નાપાક હરકતોને અંજામ દેવા માટે પ્રયત્નશીલ બની રહ્યાં છે. જેથી ગેરમાર્ગે દોરાતા યુવાનો પર પોલીસ તંત્રએ નજર રાખવાની જ‚ર છે અને ડીરેડીકલાઈઝેશન પ્રોગ્રામ ચલાવવાની પણ જ‚ર હાલ વર્તાઈ રહી છે. સાથો સાથ રાજયના પોલીસવડાઓ, ગુપ્તચર અને સલામતી એજન્સીના વડાઓ સાથો સાથ સશસ્ત્ર દળોના ટોચના અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી અને સાથો સાથ આ તમામ મુદ્દે કોન્ફરન્સમાં ચર્ચા પણ કરવામાં આવી હતી અને ત્રાસવાદ સામે લડવા માટે રાજયોને ફાળવવામાં આવેલા ભંડોળનો એક સંગઠીત રીતે ઉપયોગ કરવો તે માટે હિમાયત પણ કરવામાં આવી હતી.