જજોની ખાલી જગ્યા ભરવા હાઇકોર્ટના કોલેજીયને પાંચ માસ પહેલા કરેલી નામોની ભલામણો પર હજુ સુધી કાર્યવાહી ન થતા ૧૧મી ઓકટોબરે હડતાલની ચીમકી
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશનને મંગળવારે ઓકટોમ્બરે હડતાલ માટેની જાહેરાત કરી છે. રાજય સરકાર અથવા કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટના કોલેજીયનના નિર્દેશ ઉપર એકાદ અઠવાડીયામાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના નિમણુંક માટેના નામો પર નિર્ણય નહિ લેતો હડતાલ ઉપર ચીમકી આપી છે.ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમુર્તિની ખાલી જગ્યાએા ભરવા માટે હાઇકોર્ટના કોલેજીયને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને નીચલી અદાલતના ન્યાયમૂર્તિએ ના નામ પાંચ મહિના અગાઉ સુપ્રિમના કોલેજીયન ને મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એશો.ને અગાઉ ખાલી જગ્યાઓ પર ન્યાયમૂર્તિની નિયુકિત માટે પત્ર દ્વારા રજુઆત કરી હતી. હાઇકોર્ટ બાર એસો.ના પ્રમુખ યતીન ઓઝાએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર પાઠવી સીઝેઅનને બાર એસો. વતી રજુઆત કરી હતી. આ પત્રમાં ઓઝાએ રજુઆત કરી હતી કે સુપ્રિમ કોર્ટ કોલેજીયમે અગાઉ જ ન્યાયતંત્રમાં રાજદ્વારી હસ્તક્ષેપ અંગે આકરુ વલણ અખત્યાર કર્યુ હતુ.ન્યાયતંત્રમાં સ્વાયત્ત અભિગમની આવશ્યકતા અંગે જણાવ્યું હતું કે યતીન ઓઝાએ રાજય સરકારને પણ ગુજરાત હાઇકોર્ટના કોલેજીયને સુપ્રીમના કોલેજીયમને મોકલેલા નામો અંગે પણ ત્વરીત નિર્ણય લેવાની વિનંતી કરી હતી.હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓની નિયુકિતની પ્રક્રિયા દિવસે ને દિવસે લંબાતી જાય છે. તેમની સામે તાત્કાલીક ઉકેલ લાવાની માંગ કરી ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિઓની જગ્યાઓ ભરવામાં જો વિલંબ થશે તો હવે ધારાશાસ્ત્રીઓ ૧૧મી ઓકટોમ્બરે હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી આપી છે.