મર્યાદાઓ ભૂલેલા જાહેર સેવક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ
પોલીસ એ પ્રજાનો મિત્ર છે તેવા નારા સાથે પોલીસ વિભાગે લોકોની સેવા માટેના અનેક આયોજનો કરેલા હતા. જેમાં આંશીક સફળતાઓ પણ મળેલ હતી. પરંતુ કચ્છ (પૂર્વ)ના આદીપુર મહિલા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ ગીતાબેન દ્વારા અદાલતો અને વકીલો વિરુધ્ધ અસલીલ અને ઘસાતી ભાષાનો ઉપયોગ કરી પોલીસના તમામ સારા કામો પર પાણી ફેરવી નાખ્યું છે.
મહિલા કોન્સ્ટેબલની આવી ટીપ્પણી અને ભાષાના વિરોધમાં ગાંધીધામમાં એસ.પી.ને આવેદનપત્ર આપી તે કર્મચારી વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ હતી. આ બાબતે બાર એશોસીએશન દ્વારા આવેદનપત્ર આપી આ ઘટનાને વખોડવામાં આવી હતી અને જાહેર સેવકે પોતાની મર્યાદાઓ ભુલી અદાલતો અને વકીલો વિરુધ્ધ કરેલ ટીપ્પણી બદલ નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારી સમક્ષ માંગ કરવામાં આવેલ હતી.
લોકતંત્રના એક અગત્યના સ્થંભ ન્યાય પાલિકા અને તેના સંલગ્ન વકીલોને અણ છાજતા શબ્દો એ કોઈ પણ સમાજમાં ચલાવવા પાત્ર નથી અને આવા લોકોને નિયમો અનુસાર સજા કરી લોકતંત્રને મજબૂત કરવા માટે બાર એશોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી.
આવેદનપત્ર આપવામાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી પ્રમુખ એસ.પી.ભારદ્વાજ, મંત્રી ડી.વી.આસવાની ઉપપ્રમુખ જે.એન.વાગેલાં આર.ડી.માતંગ, સહ મંત્રી એન.એચ.જોષી, સ્વેતલબેન ભટ્ટ, એ.આર.પરમાર, એમ.એસ.ખાંડેકા, અશોક રાજવાણી તથા તુલસી થાકવાનીએ આવેદન પત્ર આપ્યું હતું.