ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી અને સિનિયર એડવોકેટ્સના હસ્તે નવી સિસ્ટમ શરુ કરાઇ
શહેરના મોચી બજાર સ્થિત આવેલી કોર્ટ બિલ્ડીંગના બાર એસોસીએશન લાયબ્રેરીમાં વકીલોની સુવિધા માટે બાર એસોશીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી અને યુવા ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલ અને યુવા એડવોકેટ જયેશભાઇ બોધરા દ્વારા ત્રણ કોમ્પ્યુટર આપવામાં આવતા જેને આજે ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ગીતા ગોપીના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ તકે સીનીયર ધારાશાસ્ત્રી મહર્ષિભાઇ પંડયા, આર.એમ. વારોતરીયા, અનિલભાઇ દેસાઇ, અભયભાઇ ભારદ્વાજ, અને અમિતભાઇ જોષી સહીત અનેક સિનીયર જુનીયર એડવોકેટ ઉ૫સ્થિત રહ્યા હતા.
તેમજ બાર એસો. દ્વારા આયોજીત ચેસ અને કેરમ ટુર્નામેન્ટના વિજેતાઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ અને સેક્રેટરી જીજ્ઞેશ જોષી અને કારોબારી સભ્યો જહેમત ઉઠાવી હતી.
બાર એસોસીએશનની લાયબ્રેરીને આજના હાઇ ટેક યુગમાં આધુનિકરણ કરવા યુવા એડવોકેટ બકુલભાઇ રાજાણી, શ્યામલભાઇ સોનપાલ અને જયેશભાઇ બોધરાએ સીનીયર જુનીયર એડવોકેટોને આંગળીના ટેરવે માહીતી મળી રહે તેવા હેતું આધુનિક ત્રણ કોમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે.
લાઇબ્રેરી આધુનિક બનાવી વકીલોને કેસના સ્ટેટસ અને ચુકાદાઓ જોઇ શકાય આથી સમય અને સંપિતનો વ્યય થતો અટકશે.લાયબ્રેરીમાં ત્રણ કોમ્પ્યુટરની ફાળવણી વેળાએ જજીસો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તબકકે લો કમિશ્નરના પૂર્વ મેમ્બરને સીનીયર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, બાર કાઉન્સીલના મેમ્બર દિલીપ પટેલ, કમલેશ શાહ, મહેશભાઇ જોષી, પિયુષ શાહ સહીત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા.