- બાર એસો. દ્વારા આયોજીત ગોલ્ડન જયુબેલી એડવોકેટો અને વેલકમ જજીસોનો ગરિમા પૂર્ણ કાર્યક્રમ યોજાયો
- વજુભાઈ વાળા અને હસુભાઈ દવે સહિત 20 એડવોકેટોનું અને 37 ન્યાયધીશોનું કરાયું સન્માન
- બારના સભ્ય અને મેયર ડો. પ્રદીપ ડવ, યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેશાઈ સહિત સિનિયર-જૂનીયર એડવોકેટ રહ્યા ઉપસ્થિત
બાર એસોસીએશન દ્વારા આયોજીત ગોલ્ડન જયુબેલી એડવોકેટ અને બદલી પામી એકી સાથે આવેલા 35 જજીસોના વેલકમ અભિવાદન કાર્યક્રમ ગરિમાપૂર્ણ વાતાવરણમાં સીનીયર -જૂનીયર એડવોકેટોનીઉપસ્થિતિમાં યોજાય ગયો છે.
આ કાર્યક્રમમાં બારના સભ્ય અને મેયર પ્રદીપ ડવ, યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેશાઈ અને ફેમીલી જજ છાટબાર સહિત જયુડીશરી ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ ખાતે બાર એસોસીએશનમાં 50 વર્ષના સભ્ય તરીકે કાર્યરત છે. તેવા એડવોકેટોનાં સન્માન માટે ગોલ્ડન જયુબેલી એડવોકેટ અને એક સાથે બદલી થઈને આવલે 37 જજીસોને વેલકમ માટે બાર એસોસીએશન દ્વારા સીવીલ કોર્ટબિલ્ડીંગ ખાતે ગત સાંજે 6 થી 10 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા કાર્યક્રમ બાર રૂમમાં ગરીમાં પૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજયપાલ અને રાજયના નાણામંત્રી વજુભાઈ વાળા, સીનીયર એડવોકેટ અને મજદુર સંઘના અગ્રણી, હસુભાઈ દવે, એસ.બી. કનૈયાલાલ શેઠ અને પી.એચ. મણીયાર સહિત 20 જેટલા એડવોકેટોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.
તમામ જજીસોને નવો ચીલોચાતરી બુકેની જગ્યાએ કાયદાની બુક આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. અને વજુભાઈ વાળા યુ.ટી.દેસાઈ અને સીનીયર એડવોકેટ હસુભાઈ દવેએ પોતાના સંસ્મરણો વાગોળેલા અને વકિલોને મહેનત, ઈમાનદારી તથા પૂર્વ અભ્યાસ કરી વકિલાતમાં સફળ થવા આર્શિવાદ આપેલ અને જૂનીયર વકીલોને કોર્ટનું સન્માન રાખવા સલાહ આપેલી આ તબકકે કાર્યક્રમનું સમાપન સેક્રેટરી પી.સી. વ્યાસે કરેલી.
આ કાર્યક્રમને આવી વિકટ પરિસ્થિતિ અને કપરા કાળમાં સફળ બનાવવા બદલ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલ ઉપપ્રમુખ એસ.કે. સેક્રેટરી પી.સી. વ્યાસ જો.સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝરર જીતેન્દ્ર પારેખ, લાય. સેક્રેટરી સુમિત વોરા, કારોબારી સભ્ય ચેતનાબેન કાછડીયા, અજય પિતળીયા, વિવેક સાતા, નૃપેન ભાવસાર, કિશન રાજાણી, મોનિશ જોષી, કેતન મેડ, મનિષ પંડયા, નૈમિષ પટેલ, હિરેન ડોબરીયા, તમામ સીનીયર-જૂનીયર એડવોકેટો તેમજ ડીજીપી એસ.કે.વોરા, એજીપી કમલેશ ડોડીયા, સાબિત સોલત, તરૂણ મથુર, પ્રશાંત પટેલ તથા રક્ષીત કલોલા અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, પિયુષભાઈ શાહ, સંજયભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ બુસા, ચંદ્રકાંત દક્ષીણી, તુષાર બસલાણી, રંજનબેન રાણા, મહેશ્ર્વરીબેન ચૌહાણ, તમામ ઉપસ્થિત વકિલો ભાઈ બહેનોના જે તમામ ઉપસ્થિત રહેલ હતા. અને જે તમામ સાથ સહકાર આપેલ તે તમામની રાજકોટ બાર એસો. આભાર વ્યકત કરેલ છે.