ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેનને ૩ વર્ષની જેલની સાથે ૨૦ લાખ ડોલરનો દંડ ફટકારતી ફેડરલ કોર્ટન્યુયોર્ક
અમેરિકાની ફેડરલ કોર્ટે પ્રેસીડેન્ટડોનાલ્ડ ટ્રમ્પના લાંબા સમય માટે વકીલ તરીકે સેવા આપનાર માઈકલ કોહેનને ચૂંટણી ઝુંબેશમાં ગેરરીતિ સહિતના આરોપો માટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આંધળા વિશ્વાસને પોતાની નબળાઈ ગણાવી દરેક કામની જવાબદારી સ્વીકારી હતી. ત્યારેમાઈકલ કોહેનને પાંચ વર્ષની સજા થાય તેવી શકયતા હતી પણ તેણે પોતા પરની ચાર તપાસમાં સહકાર આપ્યો હતો. સાથો સાથ પોતા પર તપાસ ચાલુ રાખવા અને તેમાં સહકાર આપવાનું પણ વચન આપ્યું હતું જે અન્વયે જજ વિલીયમ પોલીએ કોહેનને ૨૦ લાખ ડોલરનો દંડ પણકર્યો હતો.
માઈકલ કોહેન પર ૯ આરોપો લાગ્યાહોવાનું બહાર આવ્યું છે. તેમાં પ્લેબોયમોડલ કરેનને ચૂપ રાખવા તથા નાણા આપવાનો પણ સમાવેશ થયો છે. માઈકલ કોહેનને ફેડરલ કોર્ટે જણાવ્યું હતું કે, તે પોતાના અને અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સાંકળતી દરેક કામની જવાબદારી સ્વીકારે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પર આંધળો વિશ્ર્વાસ રાખવાની વાતને તેણે પોતાની નબળાઈગણાવી હતી તો તે કેટલા અંશે વ્યાજબી છે.
ત્યારે જયારે વકીલ પોતાના અસીલસાથે ગદ્દારી કરે તો કયાં પ્રકારની સજા ભારતમાં થાય તે પણ જાણવું જરૂરી છે. કારણ કે, અસીલ પોતાના તમામ મુદ્દાઓ પોતાના નિયત વકીલ સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે ત્યારે જો તે વકીલ પોતાનાઅસીલ સાથે ગદ્દારી કરે તો તે ગુનો બની જાય છે. અમેરિકામાં જે માઈકલ કોહેન સાથે ઘટના ઘટી અને જે દંડ ફટકારવામાં આવ્યો તેવો જ દંડ ભારતમાં થતો હોય છે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે.
નિરંજનભાઈ દફતરી
નિરંજનભાઈ દફતરીએ અબતકને જણાવતા કહ્યું હતુ કે જોકોઈ વકીલ પોતાના અસીલ સામે ગદારી કરે તો, અસીલ પોતાની ફરિયાદ પોલીસ મથક અથવા તો ગુજરાત બાર એસોસીએશનમાં પોતાની ફરિયાદ દર્જ કરી શકે છે. ત્યારે અસીલની અરજી ડિસીપ્લીન રીકમીટીમાં રિફર કરવામાં આવે છે. અને જો ગુન્હો સાબીત થાય કે લાગેકે વકીલએ અસીલ સાથે ગદારી કરી છે, તો ડિસીપ્લીનરી બોર્ડ તેમનીસનદને રદ કરી શકે છે. અને તેને એટલે વકીલને સસ્પેન્ડ પણ કરી શકે છે.મહત્મ કિસ્સામાં અસીલ સાથે થયેલી ગદારીમાં વકીલ નુકશાનીની ભરપાઈ કરી સમાધાન કરી લેતા હોઈ છે. ત્યારે જો અસીલ ડિસીપ્લીનરી કમીટીનાં નિર્ણયથી નાખૂસ હોઈ તો તે અસીલ કોર્ટમાં પણ જઈ શકે છે. પરંતુ મહદ અંશે આ મુદો સમાધાન કરીને પતાવી દેવામાં આવે છે.
તુષારભાઈ ગોકાણી
આ અંગે શહેરના જાણીતાવકીલ તુષારભાઈ ગોકાણીએ જણાવ્યું હતુ કે એડવોકેટ એકટની કલબ ૩૫ મુજબ કોઈ પણ વકીલ જો પોતાના અસીલના અહીતમાં કોઈપણ કાર્ય કરે છે તો તેને જે તે રાજયની બાર કાઉન્સીલની ડીસીપ્લીન રીકમિટીમાં રીફર કરવામાં આવે છે ડીસીપ્લીનરી કમિટી જેવો ગુન્હો તે મુજબ વકીલની સનદ સસ્પેન્ડકરી શકે છે.
આવી ફરિયાદ કોર્ટમાં થઈ શકતી નથી બાર કાઉન્સીલ ચૂકાદો આપે તેનીસામે અસીલને અસંતોષ હોયતો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.