સંજય પંડિતે પ્રમુખપદ સંભાળ્યા બાદ બિલ્ડીંગમાં અનેક સુધારાઓ થયા
ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ હીરા પન્ના બીલ્ડીંગનાં પ્રમુખપદે એડવોકેટ સંજય એચ.પંડિત બીનહરીફ ચુંટાયા છે. તાજેતરમાં હીરા પન્ના બીલ્ડીંગનાં એસોસીએશનની વાર્ષિક સાધારણસભા બોલાવવામાં આવેલ હતી જેમાં એડવોકેટ સંજય પંડિત તથા કમીટી મેમ્બરોની અગાઉની ટર્મની સંતોષપૂર્વક અને પારદર્શક કામગીરીને આધારે એડવોકેટ સંજય પંડિતની ફરીવાર રાજકોટ હીરા પન્ના ઓનર્સ એસોસીએશનનાં પ્રમુખપદે વરણી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત અન્ય તમામ હોદેદારો તથા કારોબારીઓને પણ રીપીટ કરવામાં આવેલ છે. જેમાં નરવીરસિંહ જાડેજાને ઉપપ્રમુખપદે, કુમારભાઈ લાખાણીને ખજાનચી પદે, પ્રવિણભાઈ ગજજરને સેક્રેટરી પદે તેમજ કારોબારીપદે કલ્પેશભાઈ પટેલ, ડો. રાજેશભાઈ પટેલ, ભાવેનભાઈ સંઘવી, ઈન્દ્રનીલ શાહ, અશોકભાઈ દોશીની વરણી કરવામાં આવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે એડવોકેટ સંજય એચ.પંડિતએ પ્રમુખપદ સંભાળ્યા બાદ હીરા પન્ના બિલ્ડીંગનાં મેનટેનન્સમાં પાયાનાં સુધારાઓ કરવામાં આવેલ હતા અને ૨૫ વર્ષમાં પ્રથમ વખત હીરા પન્ના બીલ્ડીંગને અંદરના ભાગેથી રીનોવેશન કરવામાં આવેલ. મેનટેનન્સની પેન્ડીંગ ઉઘરાણીઓ વસુલ કરવામાં આવેલ.
આ સિવાય બિલ્ડીંગમાં ચોમાસામાં ભરાતા પાણીનો કાયમી ઉકેલ લાવવા માટે મોટા ફેરફાર કરવામાં આવેલ. બિલડીંગમાં મોલ જેવી મ્યુઝીક સિસ્ટમ ઈનસ્ટોલ કરવામાં આવેલ તેમજ સમગ્ર બિલ્ડીંગને સીસીટીવી કેમેરાનાં સર્વેલન્સ હેઠળ આવરી લેવા બિલ્ડીંગમાં આશરે ૫૦થી વધુ સીસીટીવી કેમેરાનું ફીટીંગ કરવામાં આવેલ.
બિલ્ડીંગનાં ફ્રન્ટ સાઈડમાં છેલ્લા ૨૦ જેટલા વર્ષથી અડો જમાવીને બેઠેલા પાનના ગલ્લાવાળાને દુર કરાવેલ. આ સિવાય બિલ્ડીંગનાં મેનટેનન્સ માટે જાહેરાતો મેળવી વધારાની આવક ઉભી કરવામાં આવેલ અને હાલ બીલ્ડીંગનાં મેનટેનન્સની કામગીરી રેગ્યુલરાઈઝ થઈ જતા રાજકોટ હીરા પન્ના એશોનાં બેન્ક ખાતામાં આશરે ૮ લાખ જેટલી બેન્ક બેલેન્સ જમા પડેલ છે. એડવોકેટ સંજય પંડિતની કાર્યશૈલીને બિલ્ડીંગનાં અન્ય ઓનર્સોએ બિરદાવેલ હતી અને અગાઉ તેમનું સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવેલ હતું.