કેનેડામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદો અને મહિલા સશકિતકરણ વર્કશોપમાં રાજકોટના એડવોકેટ હર્ષાબેન પંડયા ભાગ લેશે
રાજકોટમાં છેલ્લા ૨૬ વર્ષથી પ્રેકટીસ કરતા અને ભારત જન વિજ્ઞાન જાથાના લીગલ એડવાઈઝર હર્ષાબેન જે.પંડયા કેનેડા ટોરન્ટોમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને મહિલા સશકિતકરણ વર્કશોપમાં ભાગ લેવાના છે. જીવનનગર વિકાસ સમિતિએ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે કૃપાબેન ભટ્ટ તથા હર્ષાબેન પંડયાનો અભિવાદન સમારોહમાં શુભેચ્છાવર્ષા પાઠવવામાં આવી હતી.
શુભેચ્છા માટે મેયર બીનાબેન આચાર્ય, નગરસેવકો અશ્વીનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, નીતાબેન વઘાસીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, હરેશભાઈ કાનાણી, સંગીતાબેન છાયા, મોહિનીબા જાડેજાએ એડવોકેટ હર્ષાબેન તથા કૃપાબેનને અભિનંદન આપી પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું.
જીવનનગર જ્ઞાનજીવનમાંથી સુનીતાબેન વ્યાસ, યોગીતાબેન જોબનપુત્રા, પ્રફુલ્લાબેન બોરીચા, આશાબેન મજેઠીયા, પદ્માબેન સાગર, શોભનાબેન ભાણવડિયા, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, અલ્કાબેન પંડયાએ મહિલા મંડળવતી શુભેચ્છા પાઠવી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંબંધી વિસ્તૃત માહિતી આપી નાગિરકોને મળેલા અધિકારીઓની છણાવટ કરી વર્કશોપનો હેતુમાં હર્ષાબેન પંડયાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.