લૌકીક પ્રથા બંધ રાખી અબોલ પશુઓને  નાખ્યો ૪૫ હજારનો ઘાસચારો

પુત્રવધુના પ્રેરણાદાયી કાર્યથી પ્રેરાઈ અન્ય બે પરિવારોએ પણ પશુઓને નાખ્યો એક લાખનો ઘાંસચારો

દામનગર  પ્રિન્સિપાલ નલિનીબેન અને માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ના પુત્રી ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ કેવલ્યલતા ઉર્ફે કીટીબેન તુહીનભાઈ ભટ્ટ દ્વારા સસરા એડવોકેટ મિલનભાઈ ભટ્ટ નું થતા મિલનભાઈ એસ ભટ્ટ ને પુત્રવધુ એડવોકેટ કીટીબેન એસ મહેતા દ્વારા અનોખી રીતે શ્રધાંજલિ પાઠવી હતી સસરા સ્વ મિલનભાઈ ભટ્ટ ના અવસાન થી દામનગર ખાતે જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ખાતે એક સપ્તાહ સુધી અબોલ જીવો ને દૈનિક પાંચ હજાર નો ઘાસચારો નાખી પ્રેરણાત્મક પહેલ કરી હતી આ વાત થી પ્રેરાય ને દામનગર બ્રહ્મસમાજ ના અગ્રણી ગોતમભાઈ રાવળ હાલ સુરત  પરિવાર દ્વારા સ્વ મુકેશભાઈ હિંમતભાઈ રાવળ ના અવસાન થી હસ્તે નિકુલભાઈ રાવળ તરફ થી પણ ૪૧ હજાર નો ઘાસચારો દામનગર ના સિદ્ધપરા રમેશભાઈ બચુભાઇ ના માતૃશ્રી ની સ્મૃતિ માં ૪૫ હજાર નો ઘાસચારો એમ કુલ ત્રણ પરિવારો એ કીટીબેન મહેતા ની પ્રેરક પ્રવૃત્તિ એ ફૂલ દોઢ લાખ ની રકમ નો ઘાસચારો નંદીશાળા ના અબોલ જીવો માટે અર્પણ કરી પરોપકાર ની પ્રેરણાત્મક પ્રવૃત્તિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.