ભગવાન સ્વામિનારાયણની આરતીમાં સહભાગી થયાં
ભારતના મુંબઈ ઈલાકાના ગર્વનર સર જોહન માલકમના આમંત્રણને માન આપી સ્વામિનારાયણ ભગવાન સવંત ૧૮૮૬ના ફાગળ સુદ-૫ તા.૨૬/૦૨/૧૮૩૦ના રોજ ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બોરડીની બાજુમાં સંતો હરિભકતોની સભા ભરીને બિરાજમાન હતા ત્યારે યોગાનંદ સંત ગોપાલાનંદ સ્વામી બોરડીની નીચેથી પસાર થતા હતા ત્યારે બોરડીના કાંટા રૂમાલ (પાઘ)માં ભરાયા ત્યારે સ્વામીના મુખમાંથી અચાનક જ શબ્દો સરા પડયા ‘અરે સ્વામી પૂર્ણ પરસોતમ નારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તારો સ્વભાવ તેનો તેજ રહ્યો’ આ સાંભળતાં જ બોરડીના તમામ કાંટા ખરી પડયા અને આ બદરી વૃક્ષ નિષ્કંટક થઈ ગયું. ત્યારબાદ વર્ષો વર્ષથી આ બોરડી વૃક્ષની નીચે બોરડી ઉત્સવ ઉજવાય છે.
રાજકોટના ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે તાજેતરમાં બોરડી રાત્રીના ઉત્સવ ઉજવાયેલ જેમાં મહંતસ્વામી રાધારમણદાસજી, કોઠારી સ્વામી મૂનિવત્સલદાસજી, હરિપ્રકાશદાસજી સ્વામી, ભંડારી સ્વામી આત્મજીવનદાસજી સ્વામી, પુજારી ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી જેપી સ્વામી, દર્શનપ્રિય સ્વામી, ગૌપ્રેમી વાસુદેવપ્રસાદસ્વામી, મહંત સ્વામી વિવેકસાગરદાસજી તેમજ સૌ હરિભકતો બહોળી સંખ્યામાં હાજર હતા જયાં મહંતસ્વામી રાધારમણસ્વામીએ પરમ ભકત ઠકકર કરશનજી ભગતના પાંચમી પેઢીના વારસદારો પૈકી વ્યવસાયે જાણીતા એડવોકેટ અમિત એસ.ભગતનું ફુલહારથી બહુમાન કરી સન્માન કરેલ અને બોરડી ઉત્સવે આરતીમાં સામેલ કરી તેઓના હાથે સ્વામિનારાયણ ભગવાનની આરતી પણ ઉતરાવેલ હતી.