રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ નિધનથી તેમના પરિવારજનોની સાથે જાહેર જીવનને પણ મોટી ખોટ પડી છે. અભયભાઇના નિધન બાદ આજે તેમના સુપુત્ર અંશ ભારદ્વાજે ૪૦થી પણ વધુ જુનિયર વકીલો સાથે કાર્યરત ઓફીસનો કાર્યભાર સંભાળ્યો છે. ઓફીસના પ્રથમ દિવસે અબતક દ્વારા અંશ ભારદ્વાજ સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.
અબતક પ્રશ્ન: પિતાના નિધન બાદ આજથી કાર્યભાર સાંભાળ્યો, લોકોને શું મેસેજ આપશો?
અંશ: અબતક સાથેની વિશેષ મુલાકાતમાં અંશ ભારદ્વાજ જણાવે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિત આવે આપણું કામ કયારેય અટકવું ન જોઇએ. આ મારા પિતાનો મુખ્ય જીવન મંત્ર હતો કર્મયોગને તેમણે પોતાના જીવનમંત્ર બનાવ્યો હતો. ત્યારે તેમના કાર્યભારને હું સંભાળુ અને આગળ વધારુ એજ મારી તેમને સાચી શ્રદ્ધાંજલી છે તેમણે જેટલા પણ કાર્યો ઉપાડયા છે એમને હું નિષ્ઠાપૂર્વક આગળ વધારીશ.
અબતક પ્રશ્ન: અભયભાઈએ અનેક જરૂરિયાતમંદ લોકોની સેવા કરી છે ઘણા અસીલની ફી પણ લીધી નથી. લોકોમાં દુ:ખની લાગણી છે ,છેલ્લે સુધી તબિયત સારી હોવાના સમાચાર હતા. પરંતુ અચાનક જ છેલ્લી ઘડીએ શું થયું?
અંશ: વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ઓફીસમાં જયારે પણ કોઇ આર્થિક રીતે નબળા અસીલ આવતા ત્યારે કયારેય પણ પપ્પાએ એમની ફી નથી લીધી તેમય ખાસ કરીને ગુલબર્ગ સોસાયટીના કેસની જુની યાદોની વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે માત્ર છાપાનસ હેડલાઇન વાંચીને તેમણે આખો કેસ પોતાના હાથમાં લીધો હતો. સરકારી લીડર બનીને ૬૦ જેટલા નિર્દોષ હિન્દુઓ માટે સામેથી વકીલાત નામુ ભર્યુ’તુ એ એક માત્ર ઉદાહરણ તેમના વકીલ તરીકેના વ્યક્તિત્વને નિખારે છે એમના વ્યક્તિની વાત કરવા માટે મારી પાસેના શબ્દો પણ ઓછા પડે. અભયભાઇની મેડીકલ કંડીશન વિશે વધુ વિગત આપતા અંશ ભારદ્વાજે અબતકને જણાવ્યું હતુ કે ખૂબ જ ગંભીર સ્થિતિમાં એમને ચેન્નઇ શિફટ કરવામાં આવ્યા હતા. તેઓ સતત ૭૦ દિવસ એકમો મશીન ઉપર હતા અને આ પણ વિશ્ર્વનો એક રેકોર્ડ છે કેમ કે કોઇપણ વ્યક્તિ ૯૦ દિવસ એકમો મશીન ઉપર ટકી ન શકે હોસ્૫િટલમાં પણ તેમણે ખૂબ સંઘષ કર્યો હતો જેના પરિણામે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવી રહ્યો હતો. પરંતુ ૧લી ડીસેમ્બરે એમને સેફસીસનો શોક આવ્યો. ફેફસામાંથી ઇન્ફેકશન લોહીમાં જતુ રહયુ જેના કારણે તેમનુ બીપી ડ્રોપ થયુ જેના કારણે એમના હૃદય ઉ૫ર અસર પડી. બીપી પણ નોર્મલ થયુ હતુ. પરંતુ હાર્ટએટકના કારણે તેમનું નિધન થયુ છે.
અબતક પ્રશ્ન : સારા કર્મો કરવા એ પણ ભગવાનની ભક્તિ કહેવાય, અનેક વકીલોને માર્ગદર્શન આપી આગળ વધાર્યા, આપ શું કહેશો?
અંશ: અભયભાઇના વ્યક્તિત્વની ઉંડાણ પૂર્વક ચર્ચા કરતા અંશ ભારદ્વાજે જણાવ્યુ હતુ કે પપ્પા હમેશા કર્મમા માતા હતા. વકીલો કે સામાજીક જિવન અંતર્ગત પણ તેમણે કયારેય કોઇની ટીકા કરી નથી. એમની નીચે તૈયાર થયેલા ઘણા વકીલો એમની સામે થયા, નુકશાન પહોચાડવા મંડયા છતા પણ એવા લોકો વિશે પણ એમણે કયારેક કોઇ ખોટા ઉદગારો ઉચ્ચાર્યા નથી. પોતાના કમો અને મહેનત ઉપરથી વકીલાત ક્ષેત્રે પોતાનું સામ્રાજય ઉભુ કર્યુ છે સામ્રાજય એટલે કહુ છું કેમકે એ પપ્પાનું લાગણીનું સામ્રાજય છે.
અબતક પ્રશ્ન: પોલિટિક્સનો આપે અભ્યાસ કરેલ છે, પિતા રાજ્યસભાના સાંસદ હતા, તમારો રાજકારણમાં જંપલાવવાનો કોઈ વિચાર છે?
અંશ: મને જે ભાવથી મળતા એટલા જ બહારની અન્ય વ્યક્તિ કે વકીલોને મળતા તેમણે હંમેશા વકીલોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કર્યા છે. એમણે તૈયાર કરેલા વકીલો અને જજની કોઇ સંખ્યા જ નથી. એની કોઇ સીમા જ નથી. હાલ ઓફીસમાં જે દિલિપકાકા અને ધીભાઇ એમણે હાલ ઓફીસનાએ જુના વાતાવરણને મળતી રાખ્યુ છે પપ્પાની મહેનત અને લાગણીના પરિણામે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ પટેલ મારી પડખે ઉભા છે. પ્રફુલભાઇ ગોકાણી પપ્પાના અંગત જુનીયર એમનો પણ હાલ મને પુરેપુરો સહકાર છે પપ્પાના અંગત જુનીયર એમના પણ હાલ મને પુરેપરો સહકાર છે. પપ્પા સારા સ્વભાર એમના કામ અને લાગણીને કારણે અત્યારે મુશ્કેલ ઘડીમાં પણ ઘણા લોકો મારી સાથે છે. ગયા વર્ષથી જ મેં ઓફિસ મેઇન કરી છેે હાલ ઓફીસની જવાબદારી પ્રત્યે વધુ ધ્યાન આપવાનું હોવાની રાજકારણમાં ઝંપલાવવા વિશે હજુ સુધી કોઇ વિચાર કર્યો નથી. અત્યારે મારી પહેલી પ્રાયોરીટી ઓફિસ છે. પપ્પાના ૩૦થી ૪૦ જેટલા જુનિયરોને હું કઇ રીતે મદદ કરી શકુ એજ મારો મુખ્ય ધ્યેય છે.
અબતક પ્રશ્ન : આજથી તમે ઓફિસનો કાર્યભાર સાંભળ્યો છે, આપે અભ્યાસ શું કર્યો છે?
અંશ: મેં વકીલાતનો અભ્યાસ ઓપી જદીંલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કર્યો છે. ત્યારેથી પાંચ વર્ષનો ઇન્ટી ગ્રેટેડ કોષ બીબીએ, એલએલબીનો કર્યો છે મારી વકીલાત મે ત્યાર સમાપન કર્યુ ત્યાર બાદ પોલીટીકસ ગર્વનર્ન્સ અને લીડરશીપનો અભ્યાસ કર્યો. રંભવમાર્ગી પ્રભુદિની સંઘની સંસ્થામાં પણ અભ્યાસ કર્યો. રાજકોટ આવીને પણ પપ્પા સાથે ઘણો અભ્યાસ કર્યો છે.