પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણી લોકસભામાં પોતાની જવાબદારી નિભાવવામાં
નિષ્ફળ નિવડયા હોય પાર્ટીએ તેમની ટિકિટ કાપી હોવાનો ભાજપના સુત્રોનો દાવો
લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી પહેલી ઉમેદવારોની યાદીમાં ભાજપે ગાંધીનગર બેઠક પર પાર્ટીના ૯૧ વર્ષિય વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટીકીટ કાપીને તેની જગ્યાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા ટીકીટ કાપવામાં આવતા કરતા જે રીતે ટીકીટ કાપવામાં આવી છે.તેનાથી અડવાણી ખાસ્સા નારાજ જણાય રહ્યા છે. ટીકીટ કપાયા બાદ નારાજ અડવાણીએ પાર્ટીના કોઈપણ મોટા નેતાઓ સાથે મુલાકાત પણ નથી કરી અડવાણીની ટીકીટ કપાવવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
લોકસભાની ગાંધીનગર બેઠક પર છ વખતથી સતત ચૂંટાતા આવે છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાથી પાર્ટીએ તેઓ સરળતાથી જીતી જાય તે માટે રાષ્ટ્રીય ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠક પરથી ટીકીટો આપીને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. પરંતુ, ગત લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતા અડવાણી નારાજ થયા હતા. પરંતુ મોદીની પાર્ટીના કેન્દ્રીય હાઈકમાન્ડ પર પકડ અને સંઘના આર્શીવાદના કારણે અડવાણી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવારપદેથી હલાવી શકયા ન હતા. ૨૦૧૪માં ચૂંટાયા બાદ તેમને પાર્ટીના માર્ગદર્શન મંડળમાં બિમાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ અને મુરલી મનોહર જોષી સાતે મૂકી દેવામાં આવ્યા હતા.
જેથી, નારાજ અડવાણીએ લોકસભામાં ૯૨ ટકા હાજરી આપી હોવા છતાં એકપણ પ્રશ્ર્ન ઉઠાવ્યો ન હતો કે સમયાંતરે વિવિધ મુદાઓ પર થતી રાજકીય ચર્ચાઓમાં ભાગ લીધો ન હતો. પાંચ વર્ષ દરમ્યાન અડવાણીએ લોકસભામાં રાજકીય મૌન સેવી લીધું હતુ જેથી, પાર્ટી હાઈકમાન્ડે ટીકીટ કાપતી વખતે અડવાણી પોતાની જવાબદારીથી દૂર ભાગતા હોવાની નોંધ લીધી હતી. ઉપરાંત ભાજપની ૭૫ વર્ષથી ઉપરના નેતાઓને ટીકીટ નહી આપવાના નિર્ણય પણ ૯૧ વર્ષના અડવાણીને ટીકીટ આપવામાં અવરોધ રૂપ હતો. જેથી,અડવાણી સહિતના પાર્ટીના મોટીઉંમરના નેતાઓને માનભેર સક્રિય રાજકારણમાંથી વિદાય લેવાની જાહેરાત કરવા સમજાવવાની પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી રામલાલને જવાબદારી સોંપવામાં આવી હતી.
રામલાલે પાર્ટીના ૭૫ વર્ષથી ઉપરના વરિષ્ઠ નેતાઓ અડવાણી, શાંતાકુમાર, હુકમદેવ યાદવ, કલરાજ મિશ્ર, ભગતસીંગ કોશીયારી અને કાટીયા મુંડાનો સંપર્ક કરીને તેમની ટીકીટ કપાઈ તો પાર્ટીનાં કાર્યકરોમાં ખોટો સંદેશોના જાય તે માટે સ્વમાનભેર સક્રિય રાજકારણમાથી નિવૃત્તિ બેવાની જાહેરાત કરવા સમજાવવા હતા જેમાંથી શાંતાકુમારે અને કલરાજમિશ્રએ સ્વેચ્છાએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી દીધી હતી. જયારે, અડવાણીએ આવી જાહેરાત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જેથી, પાર્ટીએ તેમની ટીકીટ કાપીને અમિત શાહને આપી દીધક્ષ હતી. આવી જ સ્થિતિ, મુરલીમનોહર જોષીની છે. જોષીએ પણ નિવૃત્તિ લેવાના મુદે મૌન સક્રિય સેવ્યું હોય તેમની પરંપરાગત કાનપૂર બેઠક પર હજુ સુધી પાર્ટીએ કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી.
ભાજપની ૭૫ વર્ષથી ઉપરના વરિષ્ટ નેતાઓનાં યાદીમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનનું નામ પણ છે. જેથી ઈન્દોરની બેઠક પર પણ હજુ ભાજપે તેના ઉમેદવારની જાહેર કરી નથી. જયારે ઉતરાખંડના વરિષ્ઠ નેતા ખંડૂરીની દીકરી પહેલાથી રાજકારણમાં છે. સાંસદ હુકમદેવ યાદવની જગ્યાએ ભાજપે તેના પુત્રને ટીકીટ આપવાની જાહેરાત કરી છે. જયારે અન્ય વરિષ્ટ નેતાઓ કોશીયારી, કારિયા મુંડાની ટીકીટ પણ ભાજપે કાપી નાખી છે.