પેરામીલીટરી દળનાં અધિકારોએ શહેનશાહ દ્વારા કરવામાં આવેલી હિમાયતને બીરદાવી
દેશના ગૃહમંત્રી અને વરિષ્ઠ રાજકીય નેતા અમિત શાના માનવતાવાદી અભિગમનો લાખો સૈનિકોને વ્યકિતગત રીતે વરસમાં ૧૦૦ દિવસ પરિવાર સાથે રજા માણવાનો લાભ મળશે.
ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળ સી.એ.પી.એફ.સી. અને આસામ રાયફલના ડી.જી. ને નિર્દેશ આપ્યો છે કે સેનાના જવાનોને વરસમાં ૧૦૦ દિવસનું વેકેશનમાં આપીને જવાનો પરિવાર સાથે રહી શકે તેવી વ્યવસ્થા માટે શું કરવું જોઇએ તેની વિગતો માંગી હતી.
ર૩મી સપ્ટેમ્બરે અમિત શાહે પોલીસ દળના એક ગૃહ મંત્રાલયના એક કાર્યક્રમમાં બોલતી વખતે કેન્દ્રીય સુરક્ષા દળોમાં ફરજ બજાવતા જવાનો પોતાના પરિવારોથી જોજનો દુર સતત ફરજ બજાવતા રહે છે તેમને રાહત મળે અને પરિવાર સાથે સમય વિતાવવાની જરુરીયાતના અવસરની હિમાયત કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે એવો સોફટવેર બનાવવાની હિમાયત કરી હતી જેમાં જવાનોની નિયુકિત અને નોકરીની હાજરીની માહીતી એક જ જગ્યાએ એકઠી કરી શકાય જેનાથી જવાનોને ૧૦૦ દિવસ પરિવાર સાથે વિતાવવાની રજા મળી રહે આ સુવિધાઆપવા માટે સેનામાં વધારે જવાનોને ઉમેરવાની જરુરીયાત ઉભી થાય તેવો મત ડાયરેકટર જનરેલે વ્યકત કર્યો હતો. અત્યારે સૈનિકોની વિગતો કાગળની ફાઇલોમાં નોંધવામાં આવે છે હવે સોફટવેર આધારિત ડીઝીટ્રાયજેશનથી સૈનિકોને ક્રમવાર વરસમાં સો દિવસની રજા આપવાની વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય બીએસએફ, એલઆરપીએફ, આઇટીબીપી, એનએસજી, એસએસબી, સીઆઇએસએફ અને આસામ રાયફલના ડીજીપીને ગૃહમંત્રી અમિત શાહના આ ફરમાનના અમલીકરણ માટે યોગ્ય પગલા લેવા પત્ર પાઠવી દેવાયા છે.
સીઆરપીએફ અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકો અત્યારે વર્ષમાં ૭૫ થી ૮૦ દિવસની રજા પરિવાર સાથે માણી શકે છે તેમાં ૬૦ દિવસની હકક રજા અને પંદર દિવસની વિકેન્ડ રજાઓ સહીતની રજાઓ સાથે ૭૫ થી ૮૦ દિવસ રજા ભોગવે છે. વધારામાં જવાનોને ૧પ દિવસની વધારાની રજા બે બાળકોના જન્મ સુધી પૈતૃક ફરજ માટેની રજાઓ આપવામાં આવે છે.
ગૃહમંત્રી અમિત શાહ ભલામણનો એક વખત અમલ શરુ થઇ ગયા પછી સૈનિકો વરસમાં રપ ટકા વધુ સમયે પોતાના પરિવારને ફાળવી શકશે.
વિશ્ર્વની સૌથી ત્રીજા નંબરના સૈન્ય ગણાતું ભારતીય સેના માટે આ એક મોટું માનવતાવાદી પગલું હશે કે જેમાં સૈનિકોને જરુરી આરામ અને પારિવારિક સમય વિતાવવામાં મદદ મળશે.
આ રપ ટકા વધારાની રજાનો અમલ સૈનિકોની માનસીક સ્વસ્થ્તાનું સ્તર અને પ્રફુલીત મૂડ બનાવવા માટે ખુબ જ ફળીભુત થશે જવાનોમાં એવી લાગણી ઉભી થશે કે સરકાર તેમની ખુશીઓની ચિંતા કરે છે તેમ પેરામીલ્ટી દળના એક અધિકારીએ જણાવી ગૃહમંત્રીના આ નિર્ણયની સરાહના કરી હતી.
અમિત શાહે તમામ કેન્દ્રીય દળોના ડી.જી.ને સૈનિકોની નોકરીની વિગતોની નોંધ રજીસ્ટરના બદલે ખાસ સોફટવેર બનાવીને ડીઝીટ્રીયજેશન કરવાના આદેશો આપ્યા છે. કેન્દ્રીય સુરક્ષા દળોના જવાન વરસમાં ચાલુ પગારે પરિવાર સાથે આરામથી ૧૦૦ દિવસ વિતાવી શકે તેવી વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી છે. સૈનિકોને રપ ટકા વધુ રજા આપવા માટે સૈનિકોની ભરતી કરવી પડશે અમિત શાહના આ નિર્ણયથી સૈનિકોની આ વરસની દિવાળી યાદગાર બનશે.