ડિજિટલનો કારોબાર ૧૩.૫ હજાર કરોડને પાર : ૨૦૨૦માં ૧૭ હજારથી વધુના કારોબારની આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના ક્ધસેપ્ટને વધુને વધુ આવકાર મળી રહ્યો છે. દરેક ક્ષેત્રના વ્યવસાયના ક્ષેત્રમાં ડિજિટલ પ્લાન્ટના ફળદાયી પરિણામો મળી રહ્યા છે. ત્યારે સૌથી વધુ લાભ અને ડિજિટલ ઇન્ડિયાના કનસેપ્ટને આવકાર આપનાર ક્ષેત્ર તરીકે જાહેરાત ક્ષેત્રે  તરીકે જાહેરાત ક્ષેત્રે જોવા મળે છે.

ભારતમાં ડિજિટલ જાહેરાતોનું કદ ર૭ ટકા વધીને ૨૦૨૦ સુધીમાં ૧૭૩૭૭ કરોડ સુધી પહોચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ડિજિટલ જાહેરાતનું પ્રમાણ, પ્રભાવ અને પ્રસારણ દિવસે દિવસે વધતું જાય છે. વધતા જતા સોશ્યલ  મીડીયાના પ્રભાવને અને ઉપયોગ અને દ્રશ્ય ગ્રહણ માઘ્યમો અને ટીવી કલ્ચરના કારણે ભારતમાં અત્યારે ડિજિટલ ક્રાંતિનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે.

ડિજિટલ એડવર્ડટાઇઝીંગ નું પ્રમાણ ૨૦૧૯માં ૨૬ ટકા વધુવા પામ્યું છે. ર૦૧૮ ની તુલનામાં આ ક્ષેત્રમાં વૃઘ્ધિ નોંધાઇ હતી અને કુલ કારોબારનો ૧૩૬૯૩ કરોડે પહોચ્યો હતો. સરેરાશ જોવા જઇએ તો કેન્દ્રનું એઝીસ નેટવર્ક દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જાહેરાતનું ક્ષેત્ર સહજપણે ૯.૪ ટકા ના દરે વિકાસ પામી રહ્યું છે.

આ અહેવાલમાં એ વાતની નોંધ લેવાય છે કે ડિજિટલ ક્ષેત્ર સતત પણે વૃઘ્ધિ પામી રહ્યું છે. અને આ વર્ષે ર૭ ટકા નો વૃઘ્ધિદર પ્રાપ્ત કરીને ૨૦૨૦ સુધીમાં કુલ ટર્ન ઓવરનો આંકડો ૧૭૩૭૭ કરોડ સુધી પહોંચી ને ૨૦૨૫ સુધીમાં સતત ૨૭.૪ ટકા લેખે વૃઘ્ધિદર જાળવી રાખીને પ૦ હજાર કરોડ સુધી પહોચે તો નવાઇ નથી.

admin 3

ભારતમાં માઘ્યમ અને જાહેરાત ઉઘોગની કાયાપલ્ટનું ચાલી રહેલો દોર હજુ  વધુ તેજ રફતારથી આગળ વધશે. એપીએસી, ડીએએનના ચેરમેન સીઇઓ આશિષ ભાશીને જણાવ્યું  હતું કે ૨૦૨૦ નું વર્ષ ભારતના જાહેરાત ક્ષેત્રનું  આમુલ પરિવર્તન અને ક્રાંતિકારી પ્રગતિનું વર્ષ બની રહેશે. ૨૦૨૧  સુધીમાં ડીજિટલ પ્લેટ ફોર્મ સૌથી મોટું માઘ્યમ બની જશે અને તેનો વિકાસ અવશ્ય પણે પ્રિન્ટ મિડયાને ઓવરટેક કરી રહેશે. તેમ છતાં ભાશિએ જણાવ્યું હતું કે પ્રિન્સ અને ડિજિટલ મીડીયાના સહીયારા વિકાસમાં આ ઉઘોગ ઘણાં અંશે પાછું પડી રહ્યું છે.જાહેરાત  ક્ષેત્રમાં ડિજિટલ માઘ્યમોમાં જાહેર ખબર આપવાના બજેટમાં સૌથી મોટો ભાગ સોશ્યલ મિડિયાના ફાળે ૨૮ ટકા જાય છે.

રૂા ૩૮૩૫ કરોડના ભારતના જાહેરાતના હલવાનો મોટો હિસ્સો અત્યારે સોશ્યી મિડિયાના ફાળે જવા માંગે છે. બીજા તબકકામાં ઓનલાઇન ૨૩ ટકા વિડીયો, રર ટકા ડિસપ્લેય અને ૨૧ ટકા માઘ્યમોને ફાળે જાય છે.આ અહેવાલમાં જણાવાયું છે કે ડિસપ્લેય મીડીયા ઓનલાઇન વિડીયો અને સોશ્યલ મીડીયાનો વૃઘ્ધિદર ૨૦૨૦ સુધીમાં હજુ વધુ ઝડપી બનશે. જયારે પેઇડ જાહેરાતોના અન્ય માઘ્યમોનો દર ૨૫ ટકા થી ઘટી ને ૨૩ ટકા નીચે જશે. આર્થિક મંદીના કારણે જાહેરાત આપનાર વર્ગ ખર્ચમાં કામ મુકવાનું વલણ ધરાવે છે. બજારની સ્થિતિ સ્થિર થાય તેની રાહ જોવાઇ રહી છે. તેની અસર જાહેરાતી બજારમાં દેખાઇ રહી છે. જાહેરાત આપનારાઓ મંદીના કારણે છુટ્ટા હાથે જાહેરાત આપવાના બદલે કરકસર કરી રહ્યા છે.

તેમ છતાં આ પરિબળો વચ્ચે ડિજિટલ એડવાઇઝનું ક્ષેત્ર ધીમું પણ મકકમ રીતે પ્રગતિ સાધી રહ્યું તેમ ડેન ઇન્ડીયા ના સીઇઓ આનંદ ભંકકમકરે જણાવ્યું હતું.અત્યારે દેશમાં ડિજિટલ મીડીયાનું સૌથી મોટું પ્લેટફોર્મ બીએફએસઆઇ ૪૨ ટકા ક્ધચ્યુમર ડયુરેબલ ૩૮ ટકા અને ઇકોમર્સ પાસે ૩૭ ટકા નો હિસ્સો છે. એફ.એમ. સી.જી. ક્ષેત્ર જાહેરાતોનું મોટાભાગનું બજેટ ટીવી પાછળ ખર્ચે છે. ડીજિટલ મીડીયા પાછળ સૌથી વધું ખર્ચ  કરે છે. અને ઓનલાઇન વિડીયો પર ૩૬ ટકા  પૈસા ખર્ચે છે.

ઇકોર્મસ મોટાભાગના બજેટ સોશ્યલ મિડિયા પાછળ વપરાય છે. ૨૦૨૦ સુધીમાં ડિજિટલ જાહેરાતોનું ટીવી પર ૧૦ ટકા વધારો થશે તેની સામે પ્રિન્ટ મિડિયાનો વૃઘ્ધિદર ૩ ટકા થઇને વર્તમાન ર૭ ટકા થી ર૯ ટકા સુધી પહોંચશે.ભારતમાં જાહેરાત ક્ષેત્રની સરેરાશ પરિસ્થિની જોઇએ તો ૨૦૧૯ સુધીનું ૩૮૪૭૫ કરોડનું ટર્ન ઓવર ૨૦૨૦ સુધીમાં ૧૦.૯ ટકા નો વૃઘ્ધિ દર પાર કરીને ૭૫૯૫૨ કરોડ સુધી પહોચશે ૧૧.૮૩ ટકાની વૃઘ્ધીદર સાથે ૨૦૨૫ સુધી જાહેરાતોનું આ માઘ્યમનું કદ ૧૩૩.૯૨૧ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

ભારતમાં ડિજિટલ જાહેરાતોનું વ્યવસાય અત્યારે સુવર્ણયુગમાં આગળ દાયી રહ્યો છે. ત્યારે દાયકાઓથી માઘ્યમોમાં એક ચક્રી સ્થાન ધરાવતો પ્રિન્ટ મિડીયાનું મૃત્યુઘંટ વાગશે? તેવી આશંકા ઉઠયા વગર નરહે પરંતુ ભારતના જનજીવનની તાસીર અને અખબારો પર વિશ્ર્વસનીયતાની સવિશેષ લાગણી ધરાવતા જન માનસને કારણે હજુ પણ અખબારોની સ્થિતિ અને પ્રભાવ સમાજજીવન પર યથાવત છે.

પ્રિન્ટ મિડીયાના પ્રભાવને ડિજિટલ ક્ષેત્ર પણ સ્વીકારે જ છે. દેશમાં નહિ પણ દુનિયામાં બદલી રહેલા માઘ્યમોના ક્ધસેપ્ટ અને ગ્લોબલ ડિજિટલઝેશનના યુગમાં અતયારે ટીવી સોશ્યલ મીડીયા, વેબસાઇડ સહીતના માહીતી પ્રદાન કરતા માઘ્યમોમાં જડપી માહીતી મળે છે. તેમ છતાં લોકોને ખાસ કરીને ભારતીય સમાજજીવન છાપા ઉપર વધુ વિશ્ર્વાસ મૂકે છે. સમાચાર રસિયાઓ ટીવીમાં સમાચાર અને હકિકતો જાણી ચુકયા હોય તેમ છતાં સવારના અને સાંજના છાપાની એનાએ સમાચારો વાંચવા માટે રાહ જોતાં હોય છે.

દ્રશ્યશ્રવણ માઘ્યમોનો ફેલાવો વ્યાપક હોય પરંતુ તેની અસર ક્ષણિક હોય છે ટીવી સામે જોનારો લોકોની સંખ્યા ભલે લાખોની હોય પણ જાહેરાતો અને માહીતીનો પ્રભાવ અલ્પજીવી હોય છે. આજે પણ ટીવી સીરીયલો, કાર્યક્રમો ની જાહેરાતો અખબારોમાં આપવી પડે છે.અખબારો વર્તમાનયુગના દસ્તાવેજ તરીકે લોકોની સન્માનની નજર મેળવે છે. ભલે આવકના આંકડામાં ડિજિટલ જાહેરાતોનો હિસ્સો વધુ હોય પણ પ્રિન્ય મિડીયાનો પ્રભાવ હજુ પયાવત છે તેવું કહેવામાં કંઇક અતિશોયકિત નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.