સૌથી વધુ આસિસ્ટન્ટ ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપેરેટરની ૧૯ જગ્યા પર ભરતી
ટિચીંગની ભરતીમાં ૮૦૫ જગ્યા પર મોટાભાગની સ્ક્રુટીની પૂર્ણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન-ટીચિંગની ખાલી જગ્યા પર ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે. હાલ ટીચિંગની ૫૧ જગ્યા માટેની આવેલી ૮૦૫ અરજીની સ્ક્રુટીની પૂર્ણ થવા પર છે . નોન-ટીચિંગની ૫૦ જગ્યા પર ૧ અઠવાડિયામાં ભરતીની જાહેરાત બહાર પડશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીચિંગની ૫૧ ખાલી જગ્યા પર પ્રોફેસર, અસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ૮૦૫ અરજી આવી છે જેમાં મોટા ભાગની અરજીની સ્ક્રુટીની થઈ ગઈ છે. જેમાંથી ૫૦ ટકા અરજી રદ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ત્યારે નોન-ટીચિંગની ભરતી માટેની જાહેરાત ૧ અઠવાડિયામાં બહાર પડશે. જેમાં ૫૦ ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.