બંજી જમ્પિંગ એક પ્રવૃત્તિ છે જેમાં સ્થિતિસ્થાપકતા ધરાવતા એક લાંબાદોરડા સાથે જોડાઇને કોઇ ઉંચા સ્થળેથી કૂદકો લગાવવામાં આવે છે. સામાન્ય રીતે ઊંચુંસ્થળ કોઇ ઇમારત, પૂલ અથવા ક્રેન જેવી કોઇ સ્થિરવસ્તું હોય છે; જો કે જમીનથી અદ્ધર રહીને ગતી કરી શકે તેવા હોટ-એર બલૂ અથવા હેલિકોપ્ટર જેવી કોઇ ગતિશીલ વસ્તુ ઉપરથીપણ કૂદકો લગાવી શકાય છે.
કૂદકો લગાવવામાં સર્જાતા મુક્ત પતન તથા પાછું ઉપર ઉછળવામાંથી ઘણો રોમાંચ મળે છે. જ્યારે કોઇ માણસ કુદકો લગાવે, ત્યારે દોરડું ખેંચાય છે અને જ્યારે દોરડું પાછું ઉપર તરફ સંકોચાય ત્યારેકૂદકો લગાવનાર ઉપર જાય છે, જ્યાં સુધી દોરડાની ઉર્જાવપરાઇ ન જાય ત્યા સુધી કૂદકો લગાવનાર સતત ઉપર-નીચે થયા જ કરે છે.
1825માં પ્રસિદ્ધ થયેલા જેમ્સ જેનિંગ્સના પુસ્તક ‘ઓબ્ઝર્વેશન્સ ઓફ સમ ઓફ ધડાયલેક્ટ્સ ઇન ધી વેસ્ટ ઇંગ્લેન્ડ’માં સ્પષ્ટકરવામાં આવ્યા મુજબ, “બંજી” શબ્દ પશ્ચિમી દેશોની બોલી પરથી ઉતરીઆવ્યો છે, જેનો અર્થ ‘જાડી અને સ્થૂળ હોય તેવી કોઇપણ વસ્તુ’ એવો થાય છે. 1930ની આસપાસ આનામ લખેલું ભુંસવા માટેના રબર માટે વપરાતું થયું.
એ જે હેકેટ દ્વારા જે રીતે બંજીશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મુજબ, બંજી શબ્દ ‘સ્થિતિસ્થાપકતાધરાવતી પટ્ટી માટે ન્યૂ ઝીલેન્ડમાં સાધારણ વાતચીતની બોલીમાં વપરાતો શબ્દ’ હોય તેવું કહેવાય છે. ત્યારપછીનાદાયકાઓમાં છેડે હૂક ધરાવતા કપડાના આવરણ સાથેનાં રબરના દોરડાં બંજી કોર્ડ્સ નાંજનેરિક નામ હેઠળ ઉપલબ્ધ બન્યા.
સૌ પ્રથમ આધુનિક બંજી જમ્પિંગ 1 એપ્રિલ 1979ના રોજ બ્રિસ્ટલનાં 250 ફૂટ ઊંચા ક્લિફ્ટન સસ્પેન્શન બ્રિજ પરથી થયું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટી ડેન્જરસ સ્પોર્ટ્સ ક્લબના ડેવિડ કિર્ક, ક્રિસ બેકર, સિમોન કીલિંગ, ટીમ હંટ અને એલન વેસ્ટને બ્રિજ પરથી દોરડું બાંધીને કૂદકો લગાવ્યો હતો.
બંજી જમ્પિંગમાં સૌપ્રથમવાર વપરાનાર અને હાલમાં પણ ઘણાંવ્યવસાયિક ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાનારા સ્થિતિસ્થાપક દોરડાં, ફેક્ટરીમાં ગૂંથીને બનાવવામાં આવેલા તણાવ સહન કરી શકે તેવાદોરડાં હોય છે. આ દોરડું કડક બાહ્ય આવરણ ધરાવતી ઘણીબધી લેટેક્સની સેર વડે બનેલુંહોય છે.
લેટેક્સ જ્યારે તણાવ પહેલાની સ્થિતિમાં હોય ત્યારે બાહ્ય આવરણ લગાવવામાંઆવે છે,જેથી દોરડાની કૂદરતી લંબાઇએખેંચાણ સામે પ્રતિકારકતા પહેલેથી જ નોંધપાત્ર રહે. આને લીધે સખત અને તીવ્ર વળતોઉછાળો થાય છે.
રિવર્સ બંજી અથવા બંજી રોકેટ) ‘જમ્પર’ જમીન પરથી શરૂઆત કરે છે.જમ્પર સુરક્ષિત હોય છે અને દોરડું તણાયેલું હોય છે, ત્યારબાદ દોરડું છૂટું મૂકવામાં આવે છે અને જમ્પરને હવામાં ઉછાળે છે. જમ્પરને ઉછાળવા માટે ઘણીવાર ક્રેન અથવા કોઇ (અર્ધ)સ્થાયી માળખા સાથે જોડેલા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આને લીધે દોરડું તાણવાંની અને બાદમાં જમ્પ લગાવનારને જમીન પર નીચે ઉતારવાની પ્રક્રિયા સરળ બની જાય છે.