કોરોનાની લાક્ષણિકતા તેનું બંધારણ અને પ્રતિકારક શક્તિ ઓળખવામાં વિશ્વનું તબીબી જગત મથામણ કરી રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં જ આવનારી રસી મહામારી સામેના રક્ષણનો આશાવાદ બનશે પરંતુ રસી પરીક્ષણ અને વાસ્તવિક ઈલાજ તરીકે કેટલી સફળ થશે તો આવનારો સમય બતાવશે.. કોરોનાથી જલ્દી પીછો છોડાવવો માનીએ છીએ એટલું સરળ નથી
રસીની રસ્સાખેચ વચ્ચે ભારતમાં રસી ની પસંદગી, વિતરણ અને અમલમાં આંખ અને કાન બંને ઉઘાડા રાખવા પડશે, આંધળુકિયા કરવા નહીં પરવડે
ચાઈનીઝ વાયરસ તરીકે સમગ્ર વિશ્વમાં હાહાકાર અને વગોવાયેલા ભજ્ઞદશમ-૧૯ અન્ય કોરોના મહામારી વિશ્વના માનવ સમાજ માટે એક મોટી આફત બનીને ઉભરી આવી છે તીન થી શરૂ થયેલો આ પડકારજનક રોગચાળો એશિયા યુરોપ આફ્રિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના તમામ ખંડોમાં તેનો કહેર વાર્તા આવી ચૂક્યો છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જગતને ચેતવણી આપી દીધી છે કે આ મહામારી સહેલાઇ થી દુનિયા નો પીછો છોડે તેમ નથી તેવા સંજોગોમાં આ રોગચાળાને ઓળખવાની સાથે-સાથે પ્રતિકાર રસી બનાવવાની હોડ જામી છે તેવા સંજોગોમાં ટૂંક સમયમાં જ આ રસી આવી પહોંચશે તેવો આશાવાદ ઉભો થયો છે રસી બનાવવાના કાર્યમાં રશિયા અમેરિકા ચીનની હરીફાઈમાં ભારત પ્રમાણમાં આગળ નીકળી ગયું છે અને સ્થાનિક ધોરણે રસી પરીક્ષિત થઈ રહી છે તેવા સંજોગોમાં ટૂંક સમયમાં આવનારી રસી કોરોના સામે અવશ્ય સફળ પુરવાર થશે તેવી આશા ઊભી થઈ છે પરંતુ આરસી થી આ મહામારી કાબૂમાં આવી જશે તેવો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ઉચિત નથી કોઈ પણ રસી છ થી લય છત્રીસ મહિના સુધીના પરીક્ષણના સમયગાળા પછી અસર અને આડઅસર ના પરિમાણમાં પાસ થાય ને ઉપયોગી થાય છે કોરોના ની રસી તૈયાર થયા દવા થઈ રહ્યા છે ભારત માટેના વિતરણ ની વ્યવસ્થા અંગે પણ કહેવાય રહ્યું છે પરંતુ રસી આવી જાય એટલે આ આફત પડી તેવું માની લેવાને કોઈ કારણ નથી હજુ ભજ્ઞદશમ-૧૯ ધન્ય કોરોના ને ઓળખવામાં મુશ્કેલીઓ દેખાઈ રહી છે આ રોગ સમય મુજબ તેની તાસીર લક્ષ્ણ અને આડ અસરો બદલાતું રહે છે ત્યારે રસી આવી ગયા પછી પણ આ મહામારી કાબૂમાં આવી જાય તે નક્કી નથી અત્યારે તો રોગચાળાના વાયરા વચ્ચે રસીના આગમનનો આશાવાદ ઉભો થયો છે તે સધિયારો જરૂર બનશે પરંતુ કાયમી ઉકેલ ન પણ બને રસી બની ગઈ, ઉત્પાદન શરૂ થાય પછી પરિવહન અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આરસી પહોંચાડવાનું કામ પણ ધારી લઈએ એટલું સહેલું નથી રસીના આગમન ના દાવા અત્યારે આસાના સૂર્યની પહેલી કિરણ ગણી શકાય સંપૂર્ણ ઉજાસ તો રસીની અસરકારકતા અને કોરોના ને મહાત કર્યા પછી જ ગણી શકાય કે વચ્ચે કે આંબે મોર અને કલા એ લેખા.. નીવડે વખાણ રસીબની ગઈ છે પરંતુ કોરોના સામે તે કેવી અસરકારક પુરવાર થાય છે તે જોવું રહ્યું, અત્યારે એક તરફ કોરોના નો ભય ફેલાયેલી આ પરિસ્થિતિમાં રસીના વેપાર માટે કંપનીઓ વચ્ચે રીતસરની રસાખેચ શરૂ થઈ ગઈ છે રસીીના ઉત્પાદનથી લઈ પરીવહન માટેની સુવિધાઓ માટે ખાનગી કંપનીઓ કમાવી લેવા માટે તત્પર બની છે ગિધળા જેમ મડદા જોઈને પેટ ભરવા માટે મંડરાઇ રહ્યાં હોય તેમ કોરોના કાળમાં રસીના નામે ધંધો કરવા માટે રીતસરની રસ્સાખેચ ચાાલી રહી છે તેવા આ સંજોગોમાં આવનારો સમય જ બતાવશે કે આવનારી રસી કેેેવી અસરકારક પુરવાર થશે?