હાલ લોકો વીજળીના વપરાશ તરફ વળતાં થયા છે ત્યારે વીજળીની થોડા અંશે ઘાટ પાડવાનું શરૂ પણ થઈ રહ્યું છે જેના કારણે સરકારે વીજળીના વિકલ્પ તરીકે સોલર એનર્જી તરફ લોકોને વાળવાનો પ્રયત્ન કર્યો છે. વીજળીના વિકલ્પમાં જ સોલર એનર્જી છે. સૂર્યશક્તિ કિશાન યોજના : ૧૫ લાખ ખેડૂતોને ખેતી ઉપરાંત ઉર્જા વિશેષ આવકનો સ્ત્રોત
સ્કાય ( સૂર્ય શક્તિ કિસાન યોજના) સૌરાષ્ટ્રમાં અનિયમિત વરસાદ તેમજ વિવિધ ભૌગોલિક કારણોસર પાણીની અછત અનુભવાય છે. ખેડૂતોને ચોમાસાના ખરીફ પાક સિવાય શિયાળુ પાક લેવા માટે કુવામાંથી સતત પંપ દ્વારા પાણી પહોચાડી સિંચાઈ કરવામાં આવે છે, જેના પરિણામે ખેડૂતને હંમેશા વીજળી પર આધાર રાખવો પડે છે. રાજ્યમાં કૃષિ ક્ષત્રે ૨૬% જેટલો વીજ વપરાશ રહેતો હોય છે, ત્યારે રાજ્યભરના ૧૫ લાખ ખેડૂતોને વીજ કનેકશન તેમજ સતત વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જ્યોતિગ્રામ સહીત અનેક વીજ પ્રોજેક્ટ અમલી બનાવાયા છે.
તાજેતરમાં ખેડુતોના વીજ પ્રશ્ને રાજ્ય સરકાર દ્વારા અન્ય એક મહત્વાકાંક્ષી યોજના ‘સૂર્યશક્તિ કિશાન યોજના’ સ્કાય શરુ કરાઈ છે. ખેડૂતો માત્ર પાકનું ઉત્પાદન નહી પરંતુ વીજ ઉત્પાદન કરી વીજ વપરાસ ઉપરાંતની વીજળીની બચતમાંથી ખેડૂત વધારાની આવક મેળવી શકશે. આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૩૭ ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું અને ૧૨,૪૦૦ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ ૮૭૦ કરોડ રૂ. હોવાનું તેમજ રાજકોટ જીલ્લામ ૫ ફીડરો કાર્યરત થવાનું જેતપુર ખાતે આયોજિત ખેડૂતો સાથેના વાર્તાલાપમાં ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ જણાવ્યુ હતું.
આ યોજના ખેડૂતોને ખેતરમાં સૂર્યશક્તિથી વીજ ઉત્પાદન મેળવવા સોલર પેનલ આપવામાં આવશે. ખેડૂતોએ ઓછામાં ઓછા 5% રકમ ભરપાઈ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો ભરી શકાશે.જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને આ કારણે આવક વધુ થશે.
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 30% સબસિડી પેટે ચૂકવશે.અને રાજી સરકાર 30% વધારાની સબસિડી પેટે ચૂકવશે.જે લોનની પરત ચુકવણી સરકાર દ્વારા વધારાના આપવામાં આવતા રૂ.3.50પ્રતિ યુનિટપ્રમાણે ખેડૂત દ્વારા વધારાની વીજળીના વેચાણ દ્વારા ચૂકવવામાં આવશે. ખેડૂત વતી બાકી ની 35% રકમસસ્તા વ્જયની લોન પેટે લેશે. જેની પરત ચુકવણી ખેડૂત દ્વારા વીજ વિતરણ કંપનીને રૂ. 3.50પ્રતિ યુનિટથી વેચવામાં આવતી વધારાની વીજળીમાં ચૂકવવામાં આવશે.આ લોનનો સમયગાળો સાત વર્ષનો રહેશે. જોડાણ માટે એક હો.પા દીઠ સવા કિલોવોટની સોલર પેનલ આપવામાં આવશે.પ્રતિ કિલોવોટ સોલર ક્ષમતા મુજબ 10*10 ફૂટ જગ્યાની આવશ્યકતા રહેશે.
રાજ્યનો રૂ. ૮૭૦ કરોડનો પાયલોટ પ્રોજેક્ટ – ૧૨૪૦૦ ખેડૂતો – ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન – રાજકોટ જિલ્લાને મળશે ૫ ફીડરનો લાભ
આ અંગે વિશેષ માહિતી આપતાં રાજ્યના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌર ઉર્જા પ્લાન્ટ માટે ખેડૂતે માત્ર ૫% રકમ ભરવાની રહે છે, ૬૦ % રકમ સબસીડી રૂપે રાજ્ય તેમજ કેન્દ્ર સરકર આપશે, જયારે બાકીની રકમ ખેડૂત વતી રાજ્ય સરકાર ઓછા વ્યાજની લોન મેળવી આપશે. જે રકમ દર વર્ષે વીજ બચતમાંથી થયેલ આવકમાંથી જમા કરાવવાની રહેશે. આમ ખેડૂત સૌર ઉર્જા પ્લાન્ટમાંથી ૧૨ કલાક વીજળી મેળવી આવકનો નવો સ્ત્રોત ઉભો કરી શકશે.
સ્કાય યોજનામાં જોડવા માટે જરૂરી વિગત
આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ સ્કાય ફીડર પર નોંધણી કરવવાની રહેશે. એક હોર્સ પાવર દીઠ ૧.૨૫ કી.વો. ની સોલાર પેનલ આપવામાં આવશે. ૧૦ એચ.પી. ની જરૂરિયાત હોય તો ૧૨.૫ કે. વી. નો સૌર ઉર્જા પ્લાન્ટ નાખવો પડે. પ્રતિ કી.વો. સોલાર ક્ષમતા મુજબ ૧૦x૧૦ ફૂટ જગ્યાની આવશ્યકતા રહેશે. પ્રથમ સાત વર્ષ માટે રાજ્ય સકરાર રૂ. ૩.૫૦ / યુનિટ લેખે વીજળી ખરીદશે તેમજ પ્રતિ ૧૦૦૦ યુનિટ રૂ. ૩.૫૦ સબસીડી રૂપે રાજ્ય સરકાર આપશે આમ કુલ પ્રતિ યુનિટ રૂ. ૭ ખેડૂતોને મળે. કુલ રકમમાંથી ખેડૂતોનો હપ્તો ભરપાઈ કરાયા બાદ બચત સીધી તેમના ખાતામાં જમા કરવવામાં આવે છે. ખેડૂતોએ કરેલ રોકાણ ૮ માસથી ૧૮ માસમાં પરત મેળવી શકે છે. ત્યાર બાદ ખેડૂતોને પ્રતિ વર્ષ વધારાની આવક થશે. સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતોની થશે. સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે. ૭ વર્ષ માટે મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. સ્કાય ફીડર ધરાવતા ખેડૂતોને ૧૨ કલાક વીજળી આપવામાં આવશે.
એક ગણત્રી મુજબ ૧૦ હો. પા. માટે ૧૨.૫ કી.વો. નો સોલાર પ્લાન્ટ સ્થાપવાની કિંમત રૂ. ૬,૨૮,૬૮૮ થાય. જેના ૫% રકમ રૂ. ૩૧, ૪૩૪ ભરી ખેડૂત પ્લાન્ટ નાખી શકે. જો સરેરાશ વીજ વપરાસ ૮૦૦ યુનિટ હોય તો કુલ રૂ. ૪૮૦૦ વીજબીલમાં બચત, તેમજ પ્રતિ વર્ષ વિજ ઉત્પાદન બચત પેટે આશરે ૧૪૦૦૦ યુનિટ થાય જેની કિંમત ૪૯,૦૦૦ રૂ. તેમજ ૪૩,૭૫૦ રૂ. ખેડૂતને મળવા પાત્ર થાય છે. પ્રતિ વર્ષ ખેડૂતોને કુલ રૂ. ૯૭,૫૫૦ રૂ. ની બચત થઈ શકે. જેમાંથી હપ્તો બાદ કરતા રૂ. ૨૫૬૨૪ ની ચોક્ખી બચત મળવા પાત્ર છે.
સ્કાય, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ જિલ્લામાં ૫ ફીડર કાર્યાન્વિત થવા જઈ રહ્યા છે ત્યારે વધુને વધુ ખેડૂતો નાના રોકાણમાં લાંબાગાળે વિશેષ લાભ લઈ શકે તેવો ખેડૂતલક્ષી પ્રોજેક્ટ હોઈ આવનારો સમય ખેડૂતોની વીજ સમસ્યાઓનો કાયમી ઉકેલ ચોક્કસ લાવી આપશે , સાથોસાથ પર્યાવરણને પણ એટલોજ ફાયદો થશે.
ખેડૂતને થતાં લાભ :
વીજના બિલમાં રાહત
ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી કાયમી આવક મળશે.
:દિવસ દરમિયાન 12 કલાક વીજ પુરવઠો
:લોન ભરપાઈ થયા પછી સોલર સિસ્ટમની માલિકી ખેડૂતોની થશે.
:સોલર પેનલનો વીમો રાજય સરકાર લેશે.
તે સિવાય પણ એક યોજના આપવામાં આવી છે જે રેસિડેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ, અને કોમર્શિયલ માટે જ યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનું નામ સોલર રૂફટોપ યોજના
વીજળીનું ઉત્પાદન કુદરતના પરંપરાગત સ્ત્રોતો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને ગેસમાંથી થાય છે.આ ઉર્જાના સ્ત્રોતો આજે ખૂટી પડે તેમ છે. વધતા જતા વીજળીના વપરાશના કારણે આ સ્ત્રોતોનો વપરાશ વધ્યો છે.તેના કારણે હવા પ્રદુષિત થાય છે. પર્યાવરણને નુકશાન થાય છે. અને ગ્લોબલ વોર્મિંગની અસરો પણ ખુબ જ વધી ગઈ છે. તેને બચાવવા માટે આપણી સરકારે એક ઉપાય શોધ્યો છે કે જેમાં આ જરૂરી ઉર્જા કુદરત પાસેથી જ મળે છે.અને તે છે સોલર એનર્જી.સોલર એનર્જી એ આપણા માટે કુદરતની દેન છે. આ અખૂટ ઉર્જાના સ્ત્રોત એવા સૂર્યમાંથી ઉત્પન્ન થતી એનર્જી છે. જેનાથી પર્યાવરણને નુકશાન થતું અટકાવી શકાય છે. અને પ્રદુષણ ઘટાડી શકાય છે. આ ઉર્જા અખૂટ છે અને પુન:પ્રાપ્ય ઉર્જાસ્રોત છે. સરકારે આ દિશામાં આગળ વધતા સોલર પ્લાન્ટ બનાવ્યા છે. જેમાંથી વીજળી મેળવી શકાય છે.ઘેર ઘેર સોલર પેનલ લગાવીને તેમાંથી વીજળી ઉત્પાદન કરવા માટે સરકાર મદદ કરે છે.આ સોલર પેનલ લગાવવાના કુલ ખર્ચમાં સરકાર સબસીડી આપે છે.આ યોજના હેઠળ રહેણાંક, વાણિજ્યિક, ઔધૌગિક, સરકારી અને સામાજિક ઇમારતો માટે સોલર પ્લાન્ટ કરવા જુદી જુદી સ્કીમ સરકાર આપે છે.આ સોલર ઉર્જા ઉત્પાદન કરવા ઉપરાંત ગ્રીડ સાથેનું જોડાણ આપેલું છે.સોલર રૂફટોપ લગાવવા માટે ગ્રીડ પાવરનું જોડાણ જરૂરી છે.સિસ્ટમ લગાવવા માટે ખુલ્લી છાંયડા વગરની જગ્યા જરૂરી છે.રહેણાંક વિસ્તારમાં ૧ કિલોવોટ કે તેથી વધુ જેટલો જરૂરી હોય તેટલા પાવરનો સોલર સિસ્ટમ લગાવાશે.૧ કિલોવોટ માટે ૧૧૦ ચોરસ ફુટ જેટલી ખુલ્લી જગ્યા જોઈએ. ૨૦૧૧ની સફળતા પછી, ગુજરાત સરકારે (જીઓજી) રુફટોપ સોલાર પીવી પહેલને રાજયમાં પાંચ વિશાળ શહેરોમાં, સમાન પાયલોટ પ્રોજેકટના વિકાસ દ્વારા પુનરાવર્તીત કરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે, એટલે કે વડોદરા,રાજકોટ ,મહેસાણા, ભાવનગર, સુરત.