વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમના નિવાસસ્થાને જન્મદિનની શુભકામના દેવા માટે આવે તેવી સંભાવના છે !
ભારીય જનતા પાર્ટીના આગેવાન નેતા એલ.કે.અડવાણી બુધવારે ૯૦ વર્ષના થશે. નવી દિલ્હી ખાતે પોતાના રહેણાંક પાસેના વિસ્તારના દ્રષ્ટિની નબળાઇ ધરાવતા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરશે. નવેમ્બર ૮ના રોજ ૭૦ વિકલાંગોને સવારનો નાસ્તો કરાવી તેમના દિવસની શુભ શરુઆત કરશે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી પ્રેસિડેન્ટ અમિત શાહ સહીતના આગવાનો જન્મદિવસ પર તેમના ઘરે શુભકામના દેવા માટે આવે તેવી સંભાવના છે.
ભારતીય જનતા પાર્ટી માટે તેમણે હોમ મીનીસ્ટ્રી તરીકે સેવા આપી છે. તેઓ અટલ બિહારી વાજપાઇની આગેવાનીમાં વર્ષ ૧૯૯૮ થી લઇને ૨૦૪૪ થી સેવામાં રહ્યા તો ૨૦૦૨ અને ૨૦૦૪ ના સમયાંતરમાં તેમણે ડેપ્યુટી પ્રાઇમ મીનીસ્ટર તરીકેની ફરજ બજાવી છે.
આ સિવાય વર્ષ ૨૦૧૪માં તેઓ માર્ગ દર્શક મંડળમાં પણ જોડાયા હતા.