તા.૬ સુધીમાં તમામ પક્ષકારોને તેમની લેખીત રજૂઆત કોર્ટ સમક્ષ મુકવા આદેશ
રામ જન્મ ભૂમિ – બાબરી મસ્જિદ વિવાદમાં બન્ને પક્ષોએ સમાધાન કરવાનો મત ોડા દિવસ પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ.ખેહરે કર્યો હતો. ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં એલ.કે. અડવાણી અને ભાજપના મુખ્ય નેતાઓ સામે કાવતરું ઘડવાના આરોપો પડતા મુકવા મામલે છ વર્ષ જૂની સીબીઆઈની અપીલની છેલ્લી સુનાવણી હા ધરવાનો વડી અદાલતે નિર્ણય લીધો છે. આ સુનાવણી ૭મી એપ્રિલે હા ધરવામાં આવશે. વડી અદાલતના ન્યાયમૂર્તિ પી.સી. ઘોસ, આર.એફ. નરીમાનની ખંડપીઠે તમામ પક્ષકારોને તેમનો જવાબ છ એપ્રિલ સુધીમાં રજૂ કરી દેવાની મુદત આપી છે અને સુનાવણી તા.૭ એપ્રિલે રાખી છે. સુનાવણીના પ્રારંભે ભાજપ નેતાઓના વકીલ કે.કે.વેણુગોપાલે આ મામલાના અન્ય એક હિસ્સાની સુનાવણી કરતી ખંડપીઠ સમક્ષ હાજર રહેવા મંજૂરી માંગી હતી. ખંડપીઠે તેમની માંગણી મંજૂર રાખવા સો સ્પષ્ટતા કરી હતી કે, તમામ પક્ષકારો આગામી સુનાવણી પૂર્વે તેમની લેખીત રજૂઆત અદાલત સમક્ષ મુકી દે.
૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંશ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી, જોશી અને ઉમાભારતી સામે કાવતરું ઘડવાના આરોપો પડતા મુકવા અંગે કોર્ટે છઠ્ઠી માર્ચે સુનાવણી કરી હતી. કોર્ટે વિવાદીત ઢાંચાને તોડી પાડવા મામલે નોંધાયેલા બે કેસની સંયુકત સુનાવણી કરવા પણ સંમતિ આપી છે.