લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યાં બાદ શુક્રવારે વડાપ્રધાન મોદી અને શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. મોદીએ ટ્વિટર પર તસ્વીર પોસ્ટ કરી લખ્યું કે, “ભાજપની જીત આજે સંભવિત બની છે, કેમકે અડવાણી જેવાં લોકોએ પાર્ટીને મજબૂત કરવા માટે દશકાઓ સુધી કામ કર્યુ છે.” જે બાદ બંને નેતાઓએ મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી. અડવાણી-જોશી ભાજપના માર્ગદર્શક મંડળમાં પણ છે.
Called on respected Advani Ji. The BJP’s successes today are possible because greats like him spent decades building the party and providing a fresh ideological narrative to the people. pic.twitter.com/liXK8cfsrI
— Narendra Modi (@narendramodi) May 24, 2019
હવે સ્વાદિષ્ટ ફળ અપાવવાની જવાબદારી: વડાપ્રધાન સાથે મુલાકાત પછી મુરલી મનોહર જોશીએ મીડિયાને કહ્યું કે, “આ અમારી પાર્ટીની પરંપરા છે. અમે વયોવૃદ્ધથી શુભકામનાઓ લઈએ છીએ, જેથી ભવિષ્યમાં વધુ શક્તિની સાથે કામ કરી શકીએ. આ દ્રષ્ટીથી વડાપ્રધાન જી અને અધ્યક્ષ જી અહીં આવ્યા હતા. બંનેએ જાદૂઈ આંકડાઓ પ્રાપ્ત કર્યા છે. અમે પાર્ટીનું બીજ રોપ્યું હતું. હવે દેશને સ્વાદિષ્ટ ફળ અપાવવાની આ બંનેની જવાબદારી છે.”
PM Modi: Dr. Murli Manohar Joshi is a scholar and intellectual par excellence. His contribution towards improving Indian education is remarkable. He has always worked to strengthen the BJP and mentor several Karyakartas, including me. Met him this morning & sought his blessings. pic.twitter.com/3KF7nqNaaN
— ANI (@ANI) May 24, 2019
“એક વાત સ્પષ્ટ થઈ કે દેશની સામે મજબૂત સરકાર બનાવવાની આવશ્યકતા હતી. એક પાર્ટી તરીકે ભાજપ અને વડાપ્રધાન તરીકે મોદીનો કોઈ વિકલ્પ ન હતો. વિપક્ષ તેની સામે કંઈ જ કરી શક્યા. હું માત્ર એક આશા રાખું છું કે પાર્ટી પોતાનું કામ યોગ્ય રીતે કરે.” જોશીને જ્યારે પૂછવામાં આવ્યું કે મોદી તેમને ત્યાં 15 મિનિટ રહ્યાં, તેઓએ કહ્યું કે વડાપ્રધાન મારે ત્યાં મહિનાઓ સુધી રહ્યાં છે, 15 મિનિટ તો ઘણી જ ઓછી છે.
#WATCH Prime Minister #NarendraModi met senior BJP leaders LK Advani and Murli Manohar Joshi, in Delhi, earlier today. pic.twitter.com/31hURsc6Mj
— ANI (@ANI) May 24, 2019