ભૌતિક શાસ્ત્ર ભવન ખાતે પી.એચ.ડી. સ્કોલર (વિજ્ઞાન)ની ૧પ દિવસીય કાર્યશાળા સોફટ સ્કીલ પ્રોગ્રામ ફોર રિર્સચ રેસ શરૂ
કેરીયર એન્ડ કાઉન્સેલીંગ સેલ (યુજીસી) સીસી ડીસી અને ભૌતિક શાસ્ત્ર ભવનનાં સંયુકત ઉપક્રમે વિજ્ઞાન વિઘાશાખાના પી.એચ.ડી. કરતા સંશોધકોને તેમની કારકીર્દી તથા સંશોધન ક્ષેત્રે દેશ-વિદેશમાં યોજાતાં પરિસંવાદો, કાર્યશાળાઓ વગેરેમાં ઉપયોગી થાય તે પ્રકારની ૧પ દિવસીય તા ૮ થી રર જુલાઇ ૨૦૧૯ કાર્યશાળા સોફટ સ્કીલ ફોર રિસર્ચરસ નું ભૌતિકશાસ્ત્ર ભવન, બાયોસાયન્સ ભવન, રસાયણશાસ્ત્ર ભવન તથા ફાર્મસી ભવનના ફુલટાઇમ પી.એચ.ડી. કરતાં પપ જેટલા છાત્રોએ ભાગ લીધેલ છે. કાર્યશાળામાં મુંબઇના કોમ્યુનીકેશન સ્કીલનાં તજજ્ઞ માધવીબેન રાજ મારફત સંશોધકોને દરરોજ ૪ થી ૬ કોમ્યુનીકેશનના વિવિધ આયામો જેવા કે ઇફેકટીવ વે ઓફ પ્રઝનટેશન, પરફેકટ લીસનીંગ, ક્રિએટીવ આઇટીંગ, ઇન્ટરએકટીવ કોમ્યુનીકેશન, કોમ્યુનીકેશન એન્ડ ટેકનોલોજી, ગ્રુપ ડિસ્કશન, પોસ્ટર પ્રેઝનટેશન, ઓરલ પ્રેઝનટેશન, પબ્લિક એટ્રેકટીવ વે ઓફ રિપ્રેઝનટેશન વગેરે ઉપર પ્રાયોગિક માઘ્યમથી તાલીમ આપવામાં આવનાર છે. કાર્યશાળાના ઉદધાટન સત્રમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, વિજ્ઞાન વિઘાશાખાના ડીન ડો. મેહુલભાઇ રુપાણી, ભૌતિકશાસ્ત્ર ભવનનાં પ્રો. હિરેનભાઇ જોષી, અઘ્યક્ષ ડો. મીહીરભાઇ જોશી, સીસીડીસી કો. ઓર્ડિનર પ્રો. નિકેશભાઇ શાહ, ડો. પિયુષભાઇ સોલંકી, ડો. એ.ડી. જોશી, તજજ્ઞ માધવીબેન રાજ તથા સંશોધકો ઉ૫સ્થિત રહેલ હતા. કાર્યક્રમની માહીતી આપતા સંયોજક ડો. નિકેશ શાહે જણાવેલ કે કાર્યશાળાના આયોજન થી સંશોધકોને ત્રણ મુખ્ય હેતુઓ સિઘ્ધ થશે. કોમ્યુનીકેશન સ્કીલનાં આયોમોની સાથે ઇન્ટર ડીસીપ્લીનરી તથા મલ્ટી ડીસીપ્લીનરી સંશોધનોનાં નવા રસ્તાઓ આંતરીક વાર્તાલાપથી ઉઘડશે. તથા યુનિવર્સિટીનાં સંશોધકો અવાર-નવાર તેમના સંશોધનના ઉદ્દેશથી રાષ્ટ્રીય લેબોરેટરીઓ તથા પરિસંવાદોમાં જાય ત્યારે પોતાનું સંશોધન ખુબ જ સારી રીતે કરી શકશે.
કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણીએ વિજ્ઞાનના તેજસ્વી તારલાઓ જેવા સંશોધકો સ્કીલ ડેવલોપમેન્ટના પાઠની સાથે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે તથા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર એ બજેટમાં સંશોધન કાર્યો માટે ૪૦૦૦ કરોડથી વધારે આયોજન કર્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. ના સંશોધકો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ પેટન્ટ તથા લોકઉપયોગી વૈજ્ઞાનિક સંશોધનો મારફત સૌરાષ્ટ્ર યુનિ. ને નામના અપાવે અને તે માટે સૌરાષ્ટ્ર યુનિ. સંશોધકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબઘ્ધ છે.