રાજકોટ ન્યુઝ
દિવાળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્ધારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.એટલું જ નહી ઓનલાઈન ટીકીટ બુકિંગમાં પણ નવો રેકોર્ડ સર્જાયો હતો. 7 અને 15 નવેમ્બરે 1 લાખથી વધારે ટિકિટનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. સામાન્ય દિવસોમાં 50 હજારથી 60 હજાર ટિકિટ બુક થતી હોય છે પરંતુ આ બંને દિવસ દરમિયાન ઓનલાઇન બુકિંગનો આંકડો એક લાખથી વધારે પહોંચ્યો હતો. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ જ્યારે 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઇ હતી જ્યારે દિવાળીના દિવસોમાં એક્સ્ટ્રા સંચાલનમાં પણ એસટી નિગમને 7 કરોડથી વધુની આવક થઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત એસટી નિગમે ઓનલાઈન ટિકિટ બુકિંગમા રેકોર્ડ સર્જાયો હતો.
દેશભરના પરિવહન સેવાની બસોમાં પ્રવાસ માટે એક જ દિવસમાં સૌથી વધારે ટિકિટ બુકિંગ બાબતે પણ રેકોર્ડ બન્યો હતો. 7 અને 15 નવેમ્બરના રોજ 1 લાખથી વધારે એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઈ હતી. દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને અધધધ 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. દિવાળી દરમિયાન સુરત એસટી ડિવિઝને સૌથી વધુ 68 ટ્રીપ ઝાલોદ અને 21 ટ્રીપ અમરેલી તરફ દોડાવી હતી.