- આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા 332 ખાદ્ય સામગ્રીના નમુનો પૈકી માત્ર 26 સેમ્પલ ફેઈલ, 1 સેમ્પલ અનસેફ જાહેર
- એજ્યુડીકેશનના 22 કેસમાં રૂ.19.25 લાખનો દંડ વસુલાયો: ફૂડ લાઇસન્સ અને હેઈજેનિક ક્ધડીશન અંગે 1309 વેપારીઓને નોટિસ
બહારનું ખાવાનું ચસ્કો ધરાવતા સ્વાદપ્રેમીઓ લોકોએ ચેતી જવાની જરૂરિયાત છે કારણ કે શહેરમાં વેચાતી ખાદ્ય સામગ્રી જન આરોગ્ય માટે શુદ્ધ કે સાત્વિક નથી. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન છેલ્લા એક વર્ષમાં આશરે 36,000 કિલો જેટલી વાસી અને ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. ખાદ્ય સામગ્રીના 26 સેમ્પલ પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. જ્યારે એક નમૂનો અન સેફ જાહેર કરવામાં આવ્યો છે. આંતરડાના કેન્સરને નોતરે તેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ ખાદ્ય સામગ્રી બનાવવા માટે કરવામાં આવતો હોવાનો પણ પર્દાફાશ થયો છે. આટલું જ નહીં જે વસ્તુ માણસના પેટમાં જવાની છે તેના ઉત્પાદન માટે પણ વેપારીઓ દ્વારા એકપણ પ્રકારના નિયમનું પાલન કરવામાં આવતું ન હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
શહેરીજનોને ખાવા-પીવાની શુદ્ધ ચીજ વસ્તુ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. મર્યાદિત સ્ટાફ હોવા છતાં ફૂડ વિભાગની કામગીરી ખરેખર કાબીલેદાદ છે.ગત 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 સુધીના એક વર્ષના સમય ગાળામાં ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા 35965 કિલો વાસી અને અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે. ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ ફૂડ લાઇસન્સ લેવાની પણ તસ્દી લેતા નથી. છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં 2215 વેપારીઓના ફૂડ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. 1164 ફૂડ લાઇસન્સ આપવામાં આવ્યા છે. એક વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં 332 ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન 26 સેમ્પલ ફેઈલ ગયા છે. જ્યારે એક નમૂનો અન સેફ જાહેર કરવામાં આવ્યો છે.ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની જોગવાઈ હેઠળ એજ્યુકિકેશનના કુલ 22 કેસ કરવામાં આવ્યા હતા જેમાં રૂ.19.25 લાખનો દંડ કરવામાં આવ્યો છે. 1309 વેપારીઓને ફૂડ લાઇસન્સ મેળવી લેવા અને હાઇજેનિક કન્ડિશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા ચેકીંગ દરમિયાન 3728 ખાદ્યચીજોના નમૂનાનું સ્થળ પર ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.86 ફૂડ બિઝનેસ ઓપરેટરોને ફૂડ લાઇસન્સના કાયદા અંગે જાણકારી આપવામાં આવી છે. જ્યારે 134 અવરનેશ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચેકિંગ દરમિયાન એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે શહેરમાં વેચાતી ખાણીપીણીની એક પણ ચીજ વસ્તુ સોના જેવી શુદ્ધ નથી. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ જન આરોગ્યને સાથે જીવલેણ ચેડા કરી રહ્યા છે.ખાદ્ય ચીજ વસ્તુઓમાં ગમે તે પદાર્થનો ભેળસેળ કરવામાં આવે છે. આટલું જ નહીં ઉત્પાદન માટે પણ જરૂરી નિયમનું પાલન કરવામાં આવતું નથી.
શહેરીજનોમાં પણ જાગૃતતાનો અભાવ: ફુડને લગતી માત્ર 287 ફરિયાદો
રંગીલા રાજકોટવાસીઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન છે પરંતુ ગમે તેવી વાસી કે અખાદ્ય ખોરાક ચીજ વસ્તુ ખવડાવી દેવામાં આવે છતાં વેપારીઓ સામે તેઓ ફરિયાદ કરવાનું મુનાસિબ સમજતા ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ફૂડ વિભાગમાં માત્ર 287 ફરિયાદો આવી છે. જેમાં શહેરીજનોએ ખાણીપીણીને લગતી ફરિયાદો નોંધાવી છે.રોજ એક ફરિયાદ પણ આવતી નથી. આરોગ્ય શાખાની ટીમો બધી જગ્યાએ પહોંચી શકે નહીં. જો શહેરીજનો થોડી જાગૃતતા દાખવી અને અખાદ્ય ખોરાક અંગેની ફરિયાદ કરે તો ચોક્કસ ભેળસેળિયા તત્વ પર લગામ લગાવી શકાય.
શ્રદ્ધાળુઓના ઉપવાસ અભડાય તેવા પણ કારસ્તાન કરે છે વેપારી
રાજકોટમાં આસ્થાભેર ઉપવાસ કે એકટાણા રાખતા લોકોના આસ્થા અભડાય તેવા પ્રયાસો પણ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. ફરાળી પેટીસ બનાવવા માટે તપકીરના લોટનો ઉપયોગ કરવાના બદલે મકાઈના ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું અવાર નવાર ખોલ્યું છે. છતાં વેપારીઓ સુધારવાનું નામ લેતા નથી આખો દિવસ ભૂખ્યા રહી ઉપવાસ કરતા ભાવીકોએ પણ એક દિવસ માટે જીભને આરામ આપી સ્વાદનો ચસ્કો લેવાના બદલે ફળનો ઉપયોગ કરવો જોઈએ. રેકડી વાળા કરતા રેસ્ટોરન્ટ વાળા વધુ કારીગર રેગડી લઈને ઊભા રહેતા ખાણીપીણીની ધંધાર્થીઓ કરતા મોટી હોટલ કે રેસ્ટોરન્ટ ધરાવતા વેપારીઓ ન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખેડા ઘરે કે રેગડી વાળા પાસે પૂરતી સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે તે રોજ જેટલી જોઈએ એટલી જ ખાદ્ય છે તેનો ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરતા હોય છે જ્યારે મોટી મોટી હોટલ કે રેસ્ટોરન્ટ વાળા એક સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી બનાવી લે છે જો વેચાણ ન થાય તો તેને પોતાની પેઢીમાં મૂકવામાં આવેલા ફ્રીઝમાં સંગ્રહ કરી લે છે હોટલવાળા ઊંચ કોલેટીની ચીજ વસ્તુઓ વાપરતા હોય છે તેમાં શંકા નથી પરંતુ તેઓ વાર્ષિક પીરસે છે તે પણ એક મોટો સવાર છે જ્યારે રેકડી ધારકો ખાદ્ય સામગ્રી બનાવવા માટે જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે તેની ગુણવત્તા હલકી કક્ષાની હોય છે ટૂંકમાં બહાર ખાવ આરોગ્ય માટે રતિવાર પણ હિતાવહ નથી.