યુવા સેના ટ્રસ્ટમાં ચીલ્ડ્રન સેના સંસ્થાના ઉદયકાળથી જ કાર્યરત છે. બાળકોનાં ઘડતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષીકાબહેનો સમાજ સેવીકાઓ અગ્ર ભાગ ભજવી રહ્યો છે. બાળકો માટે બાલસમુહ પ્રોજેકટ, લાયબ્રરી રમત ગમત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા નિબંધ હરિફાઈ ટુંકો શૈક્ષણીક પ્રવાસ,પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા કાર્યક્રમોનું આયોજન કરીને બાલપ્રતિભાને ઉજાગર કરીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આયોજન કરીને બાલ પ્રતિભાને ઉજાગર કરીને પ્રોત્સાહન આપવામાં આવે છે. અને તે દ્વારા સમાજમાં ચીથરે વીંટયા રતનને શોધીને તેઓમાં આત્મ વિશ્ર્વાસ સ્થાપીત કરવામાં આવે છે. તેમજ બાળકના આરોગ્ય માટે છે તે સ્થળે જઈને નિ:શુલ્ક નિદાન કેમ્પ કરવામાં આવી રહ્યા છે. વધુ વિગત માટે ટ્રસ્ટ પ્રમુખનો મો.નં. ૯૯૧૩૩ ૧૦૧૦૦ પર સંપર્ક સાધવો.