- પ્રવચન પ્રભાવિકા પૂ . હસ્મિતાબાઈ મ . ના સાંનિધ્યમાં
- નવકાર મહામંત્ર, ઉવસગ્બર સ્તોત્રના તથા નવકાર મંત્રના અખંડ જાપ તથા ચોવિસા યંત્ર જાપ મંગલ પ્રાર્થના વ્યાખ્યાન પ્રતિક્રમણ
ગોંડલ સંપ્રદાયના પૂ.ધન્ય – ભદુ ગુણીના સુશિષ્યા પ્રવચન પ્રભાવિકા પૂ . હસ્મિતાબાઈ મ . ઠા .08 ના સુમંગલ સાનિધ્યે શ્રી મનહર પ્લોટ સ્થા . જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે જૈન ધર્મનું રસપરિત્યાગની ઉત્કૃષ્ટ ભાવથી ભરેલ તપનું પર્વ ” આસો માસની શાશ્વતી આયંબિલ ઓળી નો મંગલ પ્રારંભ આસો સુદ -6 તા .01 શનીવારથી શરૂ થઈ રહેલ હોય તપના આ રૂડા દિવસમાં આયંબિલ ઓળી ઉપરાંત કાયમી નવકાર મહામંત્રના તથા ચોવીસા યંત્રના જાપ નવપદજીની મહિમા સમજાવતા નવ દિવસ આત્મલક્ષી અને પ્રભાવશાળી પ્રવચન સવારના 7 થી સાંજના 7 સુધીના નવકાર મહામંત્રના અખંડ જાપનું આયોજન કરવામાં આવેલ છે .
આગમદિવાકર પૂ . જનકમુનિ મ.સા. શાસ્ત્રદિવાકર પૂ . મનોહરમુનિ મ.સા. તથા સાધકબેલડી પૂ . નંદા સુનંદાબાઈ મ.સ. ની પ્રેરણાથી થયેલ સંઘમાં કાયમી આસો માસની ઓળી આદર્શ સુશ્રાવક સ્વ . મણીલાલ તારાચંદ શાહ જામનગરવાળા હ: ચંદુભાઈ શાહ તરફથી તેમજ વિનયપ્રજ્ઞા પૂ . સાધનાબાઈ સંગીતાબાઈ મ.સ. ની પ્રેરણાથી થયેલ કાયમી અખંડ જાપ સ્વ . હંસાબેન છોટાલાલ કોઠારી પરીવારના ભા . અમીત તથા સુનીલ કોઠારી તરફથી એવમ સુદીર્ઘ સંયમ પયાર્યધારી સદાનંદી પૂ . સુમતિબાઈ મ.સ.ઠા .06 ની પ્રબળ પ્રેરણાથી થયેલ કાયમી અખંડ જાપ ગુરુણી ભકત મગનલાલ નથુભાઈ નાગોદ્રા સુદાન માતુશ્રી કાંતાબેન મગનલાલ નાગોદ્રા ધર્મવત્સલા હીમાબેન રાજુભાઈ શાહ ધ્રાંગધ્રાવાળા , માતુશ્રી હેમતલાબેન મગનલાલ પટવા , સુદાન જશુબેન વિજયભાઈ ચૌહાણ તથા માતુશ્રી શોભનાબેન મહેન્દુભાઈ દોશી બગસરાવાળા હ: અવનીબેન ભાવેશભાઈ દોશી તરફથી થશે તથા આખી ઓળીના તપસ્વીઓના સમૂહ પારણાનો લાભ ધર્મવત્સલા માતુશ્રી શોભનાબેન મહેન્દ્રભાઈ દોશી બગસરાવાળા હસ્તે યુવાદાતા ભાવેશભાઈ દોશી લઈ રહ્યાં છે .
સંઘના દરેક જિજ્ઞાસુ શ્રાવક ભાઈ બહેનોને દર્શન તથા વ્યાખ્યાન વાણીનો લાભ લેવા તેમજ આયંબિલ તપ કરવા ઈચ્છુક તપસ્વીઓને પોતાના નામ આગલા દિવસે હર્ષાબેન મહેતા અથવા ચારૂબેન અદાણી પાસે લખાવવાના રહેશે તેમ સંઘપ્રમુખ ડોલરભાઈ કોઠારીની યાદી જણાવે છે .