અરજી મળ્યાના 3 દિવસ માં જ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ દત્તક આપવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે
સમગ્ર ભારત દેશમાં બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ બનાવી છે પરિણામે જે વાલીઓ બાળકોને દત્તક લેવા એકતા હોય તેઓએ ખૂબ વધુ સમય રાહ જોવી પડે છે. આ પ્રકારની તકલીફ અને સમસ્યા આવનારા સમયમાં ઊભી ન થાય તે માટે સરકાર દ્વારા બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ઘણા ખરા અંશે સરળ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. ત્યારે હવે જુવિનાઇલ જસ્ટીસ મોડલ દ્વારા જે કોર્ટ દતક લેવા માટેના ઓર્ડર પાસ કરતું હતું, ઓર્ડર હવે જિલ્લા કલેકટર પાસ કરી શકશે જેના માટે જિલ્લા કલેકટરને બે માસનો સમય પણ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં દત્તક આ ઈચ્છા વાલીઓએ દત્તક લેવા માટેની એપ્લિકેશન કરવાની રહેશે જે જિલ્લા કલેક્ટર હસ્તે ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ સુધી સુપરત કરાશે.
ક્રિયા માટે દત્તક લેનાર વાલીઓને દસ દિવસનો સમય આપવામાં આવશે જ્યારથી તેઓએ કોઈ એક બાળકની પસંદગી કરી હોય. એવી જ રીતે ચાઈલ્ડ વેર ફેર કમિટીને પણ માત્ર ત્રણ દિવસનો જ સમય આપવામાં આવશે જે અરજી ઉપર તેઓએ વિચાર વિમર્શ કરી દત્તક આપવાની પ્રક્રિયા સુદ્રઢ બનાવવાની રહેશે. આ પ્રક્રિયામાંથી લોકોએ બે વર્ષ જેટલો સમય લાગવો પડતો હતો અને બે થી ચાર મહિના ના સમયગાળામાં તે પાસ પણ થતી હતી જે હવે ગણતરીના સમયમાં જ પાસ થશે. જે બાળકોને કોઈપણ રીતે દતક લેવા માટે પસંદ કરવામાં આવ્યું હોય અને કોઈપણ કારણસર તેને દત્તક એ શકાણું હોય તે કિસ્સામાં
સરકાર હવે પાલક માતા પિતાને જે તે બાળકની સ્ટડી સોપવા માટે પણ તૈયારી રાખવી છે. આ તમામ પ્રકારના બાળકોની વિગત કારા મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલું જ નહીં પાલક માતા-પિતા બનવા ઈચ્છનાર વાલીઓએ પણ તેમના નામની નોંધણી આ પોર્ટલ ઉપર કરવાની રહેશે. કેન્દ્ર સરકારે આ અંગે ગંભીરતાપૂર્વક વિચારતા એ નિર્ણય લીધો છે કે આ પ્રકારની દત્તક લેવા અને આપવા માટેની અરજીઓ જે કોર્ટમાં પડતર પડેલી હોય તેને તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ અંગે દરેક રાજ્યને અને તેની સંલગ્ન સત્તાધીશોને માહિતી પહોંચાડી છે જેથી ઝડપવેર દત્તક આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.