પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં ઇલેક્ટ્રિફિકેશન કાર્યને કારણે કેટલીક ગાડીઓનું પરિચાલન પ્રભાવિત થયેલ જેથી રેલ પ્રવાસીઓને ખુબજ મુશ્કેલી પડી રહી હતી. રેલ પ્રશાસન દ્વારા પ્રવાસીઓની માંગણી સ્વીકારતા હવે ફરીથી કેટલીક ગાડીઓના પરિચાલનમાં ફેરફાર કર્યો છે. જેની વિગત આ મુજબન છેઃ
• ગાડી નં. 59403 વિરમગામ-ઓખા લોકલઃ તારીખ 20 જૂલાઈથી 31 જુલાઈ, 2019 સુધી વિરમગામથી ઉપડીને હાપા પર શોર્ટ ટર્મિનેટ કરાશે. આમ આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
• ગાડી નં. 59504 ઓખા-વિરમગામ લોકલઃ તારીખ 21 જૂલાઈથી 01 ઓગષ્ટ, 2019 સુધી ઓખાને બદલે હાપા થી પ્રારંભ થશે. આમ આ ટ્રેન ઓખા – હાપા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
• ગાડી નં. 51212પોરબંદર-રાજકોટહવે 20 જુલાઈ 2019થી તેના રેગ્યુલર રૂટ વાયા હાપા, જામનગરથી દોડશે. અગાઉ આ ટ્રેનને વાયા વાંસજલિયા, જેતલસર ડાયવર્ટ કરેલ હતી.
• ગાડી નં. 59211 રાજકોટ- પોરબંદર લોકલ હવે અગાઉની જેમજ 31 જુલાઈ 2019 સુધી હાપા, જામનગર ને બદલે વાયા વાંસજલિયા, જેતલસરના પરિવર્તિત માર્ગે દોડશે.
રેલવેના પ્રવાસીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખી તેમના પ્રવાસનો પ્રારંભ કરે જેથી કોઇપણ પ્રકારની અસુવિધા ના થાય.
Trending
- હવે માઇક્રોવેવની જરૂર નહીં, આ 10 હેક્સથી તરત જ થઈ જશે ખોરાક તૈયાર
- Honda ઇલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થવા તૈયાર, નવેમ્બરની આ તારીખે થશે લોન્ચ
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી 10 જેટલા રોગ નિવારણ માટે 133 આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- MyAadhaar અને mAadhaar વચ્ચે શું તફાવત છે? કયું ક્યાં વપરાય
- ડૉક્ટર ડિલિવરી પહેલાં જ સિઝેરિયન માટે કહે છે ? આ મહત્વના પ્રશ્નો પૂછી ખાતરી કરો
- દિવાળીના તહેવાર બાદ અમરેલીમાં રોગચાળાએ ઉચક્યું માથું
- Ahmedabad : રિલીફ રોડ પર આવેલ આર્કેડમાં 3 દુકાનોમાં CID ક્રાઇમ બ્રાન્ચે પાડયા દરોડા
- 2025 માટે નવી-જનરલ સ્કોડા સુપર્બ ઇન્ડિયા કારના લૉન્ચીંગને મળ્યું સમર્થન