ભારત 5જીઆઈ અને 3જીપીપી સાથે મર્જર કરશે.
ટેકનોલોજીમાં સતત બદલાવ આવી રહ્યો છે અને તેને અનુસરવા માટે અનેકવિધ પ્રકારે સરકાર દ્વારા વિવિધ પગલાં પણ લેવામાં આવતા હોય છે આ તકે આગામી સમયમાં ભારતમાં 5જી ટેકનોલોજી જે લોન્ચ થવા જઈ રહી છે તે વૈશ્વિક ધારાધોરણ મુજબ ની જોવા મળશે જેથી કોઇપણ પ્રકારનો અવરોધ કે અડચણ ન આવી શકે.
આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ ભારત સરકાર 5જીઆઈ અને 3જીપીપી સાથે મર્જર કરવા જઈ રહ્યું છે જે આગામી એક સપ્તાહ થઇ જશે અને તેનો સીધો જ ફાયદો ભારતને થશે. આ મુદ્દે ડિપાર્ટમેન્ટ ઓફ તેની કોમ્યુનિકેશનના ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં એ વાતની સ્પષ્ટતા થઇ હતી કે જો ભારતે સુચારુ રૂપથી 5જી ટેકનોલોજીને અમલી બનાવવી હોય તો આ મર્જર કરવું ખૂબ જ જરૂરી છે.
ગીતા રફતાર એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે જો આ મર્જર શક્ય થશે તો ભારતમાં હાઈ સ્પીડની સાથે હાઈ ક્વોલિટી કનેક્ટિવિટી પણ મળશે અને તેનો સીધો જ ફાયદો ભારતના વપરાશકર્તાઓને થશે. તેવી જ રીતે ભારત જે 5જી ટેકનોલોજી આગામી સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે તે વૈશ્વિક ધારાધોરણ મુજબનું હશે.