વિશ્ર્વ કેન્સર દિવસે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
ગુજરાતને કેન્સર મુકત કરવા તમાકુ વિક્રેતા લાયસન્સ પધ્ધતિ અપનાવવા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વડાપ્રધાન મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
વિશ્ર્વમા તમાકુના ઉપયોગથી કેન્સરના દર્દીઓના મૃત્યુમા ભારતનો હિસ્સો 27% છે. નિદોર્ષ યુવાનો અને મહિલાઓ મોજશોખથી તમાકુ ઉત્પાદનોનું સેવન કરે છે. અને નાની વયે અત્યંત પીડાઇને મૃત્યુને શરણે જાય છે. જેથી ગુજરાતમાં તમાકુ વિક્રેતા લાયસન્સ પ્રથા અપનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેખીતમાં સલાહ આપવામાં આવી છે.
દિલ્હી સ્થિત વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેન્ટ ઓફ ક્ધઝયુમર અજયુકેશન (વોઇસ) તેમજ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલને ગુજરાતના યુવા ધનને બચાવવા રાજયમા વિક્રેતા લાયસન્સ પ્રથા ફરજીયાત કરવી જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે.
વિશ્ર્વમાં દર વર્ષે 4, ફેબ્રુઆરીએ ‘વિશ્ર્વ કેન્સર દિવસ’ તરીકે લોકજાગૃતિ માટે યોજવવામાં આવે છે. તમાકુ સેવનના કારણે 20થી વધુ પ્રકારના કેન્સરના રોગો થતા હોવાનું તાર્તમ્ય બહાર આવ્યું છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે-2ના અહેવાલ પ્રમાણે કુલ 38.07 ટકા પુરૂષો, 10.04% મહિલાઓ અને 25.01 ટકા પુખ્ત વયના લોકો ધુમ્રપાન અગર ધુમ્રપાન રહીત તમાકુના સેવન કરે છે. જેથી તમાકુ વિક્રેતાઓને વેંચાણ કરતા રોકવા જરૂરી છે. વેપારીઓ કેન્ડી, ચિપ્સ અને પેકીંગ ખોરાક સાથે તમાકુ ઉત્પાદનો વ્હેંચે છે જેને રોકવા ખૂબ જરૂરી છે.
રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીના જણાવ્યા મુજબ દરવર્ષે 80 લાખથી વધુ લોકો તમાકુ વપરાશથી મુત્યુ પામે છે. સને-2020મા કુલ 3.71 લાખ લોકો માત્ર તમાકુ સેવનથી મૃત્યુ પામ્યા છે. જેથી આ લત અને આદત સામે લડવાનો સમય પાકી ગયો છે.
ક્ધઝયુમર વોઇસના વડા અસીમ સાન્યાલના સંશોધન મુજબ સને 2017-18ના વર્ષ દરમિયાન કેન્સરથી લોકોને બચાવવા ખર્ચ થયો છે. જે ભારતના વિકાસ (જીડીપી)ના 1 ટકા સમાન છે.