આપણી સંસ્કૃતિમાં આયુર્વેદ એક વરદાન સ્વરુપ છે તમારી સારી આદતો તમને અપાર સિદ્વિ અપાવી શકે છે જેમાં કસરત, મેડિટેશન, પુરતુ પાણી તમને એનર્જી અપાવે છે. તંદુરસ્તી માટે તમે રોજીંદા જીવનમાં ૭ આયુર્વેદીક ઉપયોગ કરી આરોગ્ય મેળવો.
– સવારે વહેલા ઉઠવાની આદત કેળવવાથી અપાર ફાયદાઓ થાય છે આયુર્વેદ પ્રમાણે સવારે ઉઠવાનો સમય ૫:૩૦નો છે. ત્યારે તમારા શરીરમાં પુરતી માત્રામાં રક્ત સંચાર થાય છે. સુર્યાસ્ત પૂર્વ ઉઠવાનું વેદીકાળથી ચાલ્યુ આવ્યું છે. જે તમને માનસિક અને શારીરીક આરોગ્ય પ્રદાન કરે છે.
– સવારે ઉઠીને તરત ગરમ પાણી પીવાથી પાચનશક્તિ વધે છે સ્કિન પ્રોબેલ્મ અને તાવથી શરીરને બચાવે છે.
– આયુર્વેદ સ્વસ્થ રહેવા માટે ક્લિનિંગ પ્રોસેસ કરવાનું જણાવે છે ઠંડા પાણીથી આંખો ધોવાથી તમને એનર્જી ફીલ થશે. તેમજ શરીરમાંથી થાક ઉતરી જશે. અને તમારી જીભ જરુરથી સાફ કરો.
– શરીરને ઓઇલથી મસાજ કરવાથી બોડી રિલેક્સ થાય છે અને મગજ પણ શાંત થાય છે. રક્તસંચાર પણ વધે છે. અને જોડાનાં દુ:ખાવાની સમસ્યાથી પણ બચી શકશો.
– વ્યક્તિએ શરીરમાં ૨-૩ વખત એક સપ્તાહમાં મસાજ કરવું જોઇએ. તેનાથી ઉંઘ પણ સારી આવે છે. જે લોકોને બોડી મસાજ કરવાનો સમય ન હોય તે પગની પેનીઓ પર તેલ મસાજ કરી શકે છે. ત્યાર બાદ તેમણે સ્નાન લેવું જોઇએ.
– આયુર્વેદમાં સવારમાં કસરત કરવાનું પણ જણાવાયું છે આમ કરવાથી બોડી ફ્લેક્સીબલ બને છે અને દિમાગ સ્થિર રહે છે.
– સારું ખાવાથી હંમેશા ફાયદો થાય છે. સવારનો નાસ્તો ખૂબ જ જરુરી છે. જેમાં તમે શાકભાજી, ફળો અથવા ગ્રેઇન્સ લઇ શકો છો. માત્ર ત્યારે જ ખાવુ જોઇએ જ્યારે સંતોષ મળી રહે ત્યારે ખાવાનું બંધ કરી દેવું.
– મહિનામાં એક વખત ઉપવાસ કરવો જોઇએ તેનાથી બોડી ક્લિન થાય છે. તેમજ પેટની ક્ષમતા વધે છે. જેનાથી તમે જરુરીયાતના સમયે ભુખ્યા રહી શકશો. મહિનામાં એક વખત ઉપવાસથી માનસીક મક્કમતા આવે છે.