• ધીમે ધીમે વિશ્ર્વમાં શાકાહારી આહારનો ક્રેઝ વધવા લાગ્યો છે: પર્યાવરણ અને પ્રાણીઓના રક્ષણની સાથે શાકાહારી ભોજનના ફાયદાઓ વિશે લોકોને જાગૃત
  • કરવાની જરૂર: માંસાહારી આહાર લેવાથી બેક્ટેરિયાના ચેપનું જોખમ વધી જાય છે: શાકાહારી લાઇફ સ્ટાઇલથી કેન્સર જેવી ગંભીર બિમારીઓને મટાડી શકાય છે
  • સર્વ શ્રેષ્ઠ આહાર એટલે જ શાકાહાર

શાકાહારી ભોજન પોષક તત્વોથી ભરપુર, સુપાચ્ય અને બિમારીને દૂર રાખવા સમર્થ: આપણી ગુજરાતી થાળી સમગ્ર, વિશ્ર્વમાં પ્રિય છે: ચીનમાં ચંદ્ર માસમાં બે વાર શાકાહારી ભોજન લેવાય છે: શાકાહારી ડાયેટ ફાઇબરથી ભરપુર હોવાથી પાચનક્રિયા મજબૂત કરે છે

માંસાહારનો ત્યાગ કરવું ખૂબ જરૂરી છે. પૃથ્વી પર વસતા કોઇપણ જીવને મરવું ગમતું નથી. પશુ-પક્ષીઓનાં મટન માટે એટલે કે નોનવેજ માટે તેમને, તેમના મૂક પણ અત્યંત પીડાદાયક વિરોધ વચ્ચે મારવા પડે છે. એટલે કે “મીટ ઇઝ મર્ડર” પૃથ્વીનાં તમામ શક્તિશાળી અને બુધ્ધિશાળી પ્રાણીઓ જેવા કે, હાથી, હીપોપોટેમસ, ગેંડો, ઘોડો, જીરાફ, ગાય વિગેરે વેજીટેરીયન છે. જેથી કહી શકાય કે માંસાહારથી પોષણ અને તાકાત મળે તે વાત સાવ ખોટી છે. સમગ્ર વિશ્ર્વનાં લોકો અત્યારે ભારતીય સંસ્કૃતિની ગરીમા સ્વરૂપ કહી શકાય તેવી પરંપરા શાકાહાર અને યોગ તરફ વળી રહ્યાં છે, વેજીટેરીયન અને વિગન થઇ રહ્યાં છે ત્યારે કમનસીબે આપણા યુવાનો પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી પતનના માર્ગે જઇ કરોડો અબોલ જીવોની ક્રૂર હત્યામાં નિમિત્ત બની રહ્યાં છે, નોનવેજ ખાઇ રહ્યાં છે. તે આપણી કમનસીબીની પરાકાષ્ટા છે. અત્યારનું વિજ્ઞાન પણ પુરવાર કરી ચૂક્યું છે કે માંસાહાર અનેક રોગોનું જનક છે. તેનાથી શરીરને પારાવાર નુકસાન થાય છે જ્યારે શાકાહારથી સંપૂર્ણ નીરોગી અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થઇ શકે છે. “જેવું અન્ન તેવું મન” સુત્ર સુચવે છે કે “જેવો આહાર તેવો વ્યવહાર” માંસાહારનું પ્રમાણ જેટલું વધે એટલા પ્રમાણમાં ઇકો સીસ્ટમ ખોરવાઈ અને પરિણામ સ્વરૂપે અધોગતી, કુદરતી આફતો, ભૂકંપ-પુર-કોરોના જેવી બીમારીઓ કે વિનાશ સર્જાતાં હોવાની નક્કર હકીકતો જાણવી અને જણાવવી તે દરેક જાગૃત માનવની જવાબદારી છે. પોતાની ખાતર નહિ તો છેવટે લાવી પેઢીના કલ્યાણ ખાતર આ ફરજ બજાવવી અનિવાર્ય છે.

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયનએ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં સામ્યતા તથા શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં અંતર “માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે” એ સ્પષ્ટ કરે છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમાં નીચે મુજબ મુખ્ય અંતર છે.

શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ તેની લંબાઈ કરતા ચાર ગણી વધારે હોય છે અને માંસાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ તેની લંબાઈ જેટલી હોય છે. માંસાહારી પ્રાણીઓમાં દાંત (રાક્ષસી દાંત) મોટા અને ખૂબ તીક્ષ્ણ હોય છે. માનવના દાંત નાના હોય છે. માનવીની લાળ આલ્કલાઇન છે. તેમાં ટાઈલિન નામનો રસ છે જે શર્કરાને પચાવવામાં મદદ કરે છે. માંસાહારી પ્રાણીઓની લાળ એસીડીક છે. માનવ જઠરનો સ્ત્રાવ માંસ ભક્ષક પ્રાણીઓનાં જઠરનાં સ્ત્રાવ કરતો પા ભાગ જેટલો જ એસિડિક છે. માંસાહારી પ્રાણીઓનાં જઠરનો સ્ત્રાવ અતિ એસિડિક છે, કારણ કે તેમને અતિ પ્રોટીનયુક્ત માંસનું પાચન કરવાનું હોય છે. માનવીનાં હાથનાં નખો માંસાહારી પ્રાણીઓનાં નખો કરતા ખુબ જ નાના હોય છે. માંસાહારી પ્રાણીઓને માંસ ભક્ષણ માટે લાંબા અને અણીંદાર નખોની જરૂર રહે છે. માનવીનાં યકૃતમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં બાઈલનો સ્ત્રાવ ઝરે છે, પરંતુ માંસાહારી પ્રાણીઓને અતિ ચરબીયુક્ત માંસનું પાચન કરવાની જરૂર હોવાને કારણે તેમનું યકૃત ખૂબ જ વધારે માત્રામાં બાઇનું નિર્માણ કરે છે. દરેક માંસાહારી પ્રાણી જીભથી પાણી પીવે છે. જ્યારે શાકાહારી હોઠથી પાણી પીવે છે. જેમ કે સિંહ માંસાહાર પ્રાણી છે. બાહ્ય રૂપ શક્તિશાળી હોવા છતાં તે જલ્દી થાકી જાય છે. તે ક્રોધી સ્વભાવનો હોય છે. હાથી શાકાહારી પ્રાણી છે પણ તે વધારે શક્તિશાળી અને સહનશીલ હોય છે.

કોલોન કેન્સર ખૂબ જ ગંભીર રોગ છે. મોટા ભાગે આ કેન્સર માંસ ખાવાના કારણે થાય છે. જીવનભર શાકાહારીઓ ક્યારેય આવી બીમારીથી પીડાતા નથી. ઘણા માંસ ખાનારા માને છે કે માંસ એ પ્રોટીનનો એકમાત્ર સ્ત્રોત છે. જો કે, તેનો થોડો ભાગ માનવી દ્વારા ક્યારેય ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે અપૂર્ણ છે અને તેમાં એમિનો એસિડના યોગ્ય સંયોજનનો અભાવ છે, જે પ્રોટીનના બિલ્ડીંગ બ્લોક્સ છે. અભ્યાસો દર્શાવે છે કે માંસ ખાનાર વ્યક્તિને જરૂરી પ્રોટીનની માત્રા પાંચ ગણી મળે છે. તે એક સામાન્ય તબીબી હકીકત છે કે વધારાનું પ્રોટીન ખતરનાક છે, જેનો મુખ્ય ભય એ છે કે યુરિક એસિડ (પ્રોટીનને પચાવવાની પ્રક્રિયામાં ઉત્પન્ન થતો કચરો) કિડની પર ખરાબ અસર કરે છે, તે નેફ્રોન્સ નામના કિડની કોષોને તોડી નાખે છે. આ સ્થિતિ નેફ્રીટીસ કહેવાય છે. તેનું મુખ્ય કારણ કિડની પર વધુ પડતો બોજ છે. પ્રોટીન મેળવવાનું શાકાહારી પૂરક એક ચમચી ટોફૂ અથવા સોયાબીન છે. જેમાં સરેરાશ પીરસાતા માંસ કરતાં વધુ ઉપયોગી પ્રોટીન જોવા મળે છે!

કેટલાક શાકાહારીઓ દાવો કરે છે કે તેઓ ખાધા પછી વધુ સંતુષ્ટ થાય છે. આનું કારણ એ છે કે જ્યારે વનસ્પતિ પ્રોટીનનું પાચન થાય છે ત્યારે ઓછા કેટોન્સ (પ્રોટીન-પાચક પદાર્થો) બને છે. શાકાહારી ખાનારાઓ કરતાં માંસ ખાનારાઓ વિવિધ પ્રકારના કૂડ પોઇઝનિંગથી વધુ વારંવાર પીડાય છે. દરેક માંસાહારી વ્યક્તિને ઓછામાં ઓછા એકવાર ફૂડ પોઇઝનિંગ થયું હોય છે.

વાઘ અથવા સિંહ જેઓ માંસ ખાય છે. તેઓ એસિડ આધારિત પાચન પ્રણાલી ધરાવે છે. માણસનું હાઇડ્રોક્લોરિક એસિડ માંસને સંપૂર્ણ રીતે પચાવવા માટે એટલું મજબૂત નથી. ઉપરાંત, તેમના આંતરડા લગભગ પાંચ ફૂટ લાંબા હોય છે, જ્યારે માનવનાં આંતરડા વાંકા અને વળેલા, નાના વિસ્તારમાં કોમ્પેક્ટેડ હોય છે, જે વીસ ફૂટ લાંબા હોય છે.

ફળો અને શાકભાજીમાં પોષક તત્વો વધુ હોય છે. શરીરને લાંબા રોગ અને પીડા મુક્ત જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે. ફળો અને શાકભાજીમાં રહેલા ઉત્સેચકો શરીરને પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે. જે હંમેશા મનની સ્વસ્થ સ્થિતિ જાળવી રાખે છે.

શાકાહારએ એક પ્રકારનો ખોરાક છે. જેમાં કોઈપણ પ્રાણીનાં માંસ, માછલી, ઈંડા વગેરેનો સમાવેશ થતો નથી. શાકાહારીઓ ફળો, શાકભાજી, કઠોળ, અનાજ, બદામ અને બીજ જેવા છોડ આધારિત ખોરાક ખાય છે. શાકાહારના ઘણા કાયદા છે. જેમાં મુખ્યત્વે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.

શારીરિક સ્વાસ્થ્ય : શાકાહારી ખોરાક હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ અને મેદસ્વીપણા જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. શાકાહારીઓમાં સામાન્ય રીતે ઓછો કોલેસ્ટ્રોલ અને રક્તદબાણ હોય છે, અને તેઓ વધુ ફાઈબર અને એન્ટીઑકિસડન્ટોનું સેવન કરે છે. શાકાહારી લોકો કેલ્શિયમ, આર્યન, પ્રોટીન વગેરે વિવિધ શાકભાજી, ફળો અને કઠોળમાંથી મેળવી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય : “જૈસા અન્ન વૈસા મન” કહેવત પ્રમાણે વિવિધ અભ્યાસો દર્શાવે છે કે શાકાહારીઓમાં ડિપ્રેશન અને ચિંતાનું જોખમ ઓછું હોય છે. શાકાહારી ખોરાક મગજનાં સ્વાસ્થ્ય માટે પણ સારો છે અને યાદશક્તિ અને સમજણમાં સુધારો કરે છે.

પર્યાવરણ સંરક્ષણ : માંસ ઉત્પાદનને કારણે ઘણા નિર્દોષ પશુ, પક્ષીઓનાં જીવ લેવાય છે. જેના કારણે જીવ સૃષ્ટિને નુકસાન થાય છે. વાતાવરણમાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે. શાકાહાર અપનાવીને, આપણે પર્યાવરણને બચાવવામાં મદદ કરી શકીએ છીએ અને પૃથ્વી પરના આપણા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડી શકીએ છીએ.

શાકાહારી ખોરાકના ફાયદા

શાકાહારી ડાયેટ ફાઇબરથી ભરપુર હોવાથી પાચન ક્રિયા મજબૂત કરે છે, અને ઘણા રોગોથી બચાવે છે. આ ખોરાકમાં ચરબીનું પ્રમાણ નહિવત હોવાથી વજન વધવાની સમસ્યા રહેતી નથી. શાકાહારી ખોરાકથી મેટાબોલીઝમ પ્રક્રિયા સારી રહેતા શરીરમાં ચરબી, સુપર ઓછી જમા થવાથી ડાયાબીટીસનું જોખમ ઓછું થાય છે.

માંસાહારી કરતાં શાકાહારી ખોરાક લેનારને મુડ ડિસ્ટરબન્સની સમસ્યા ઓછી જોવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું ન હોવાથી હ્રદયને લગતા રોગો ઓછા થાય છે. શાકાહારી ખોરાક લેનારને થાક અને નબળાઇ લાગતી નથી. આ ખોરાકમાં વિટામીન, મિનરલ્સ અને પાણી વધારે હોવાથી ચામડી સારી રહે છે. કીડની, પથરી, બી.પી., કેન્સર, જેવા ઓછા થાય છે. શાકાહારી ખોરાકને પાચન કરવામાં શરીરની ઓછી ઉર્જા વપરાય છે. શાકાહારી ખોરાક આપણી રોગ પ્રતિકારક શકિત વધારે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.