જીવનમાં કેટલાય નિર્ણયોનું પાલન ન કરવામાં કારણે સંબંધોમાં તેની આડઅસર વર્તાવા લાગે છે. અને તેમાં ધીમે-ધીમે અંતર ઉત્પન્ન થવા લાગે છે. તેને પુરા કરવા માટે મોરલ સપોર્ટની જરુર હોય છે. જો તમારા લગ્ન થઇ ગયા છે અને તમારો પાર્ટનર સપોર્ટ ઝંખે છે. તો વિના કોઇ સંકોચ પાર્ટનરનો સાથ આપો અને તેમના સંકલ્પને પૂરા કરવામાં તેમની મદદ કરો.

પાર્ટનરના દરેક લક્ષ્ય પર વિશ્ર્વાસ રાખો. જુની આદતો છોડવી કોઇ વધુ મુશ્કેલ કામ નથી તેના કરતા પણ અઘરુ તે આદતને બદલે કોઇ હેલ્ધી આદત અપનાવી. આ સમયે જ તમારા સાથીને મેણાટુણા મારવા અથવા તેમની મજાક જગ્યાએ તેનો સાથ આપો.

 ખરાબ બિહેવિયરને સહન ન કરો

દરેક પળ મદદ કરવાનો અર્થ એવો નથી કે તમે તમારા પાર્ટનરના ખરાબ વર્તનને સહન કરો કેટલીક બાબતોમાં સખત રહેવું પણ જરુરી છે. તેનો અહેસાસથી તેમને પ્રેમથી કરાવો.

ઉદાહરણ આપીને સમજાવો.

પ્રેરણા આગળા વધવાની હિમ્મત આપે છે. માટે  તમારા પાર્ટનરને પણ તેના લક્ષ્ય સિદ્વિ માટે ઉદાહરણ આપી સમજાવવાના પ્રયત્નો કરો.

એક ટીમ બનીને કામ કરો

પાર્ટનરને એ વાતનો અહેસાસ કરાવો તમે દરેક ક્ષણ માટે તેમની સાથે જ છે. તેની માટે ટીમ બનીને કામ કરો. પ્રેમથી હળવાશથી લાગણી સાથે ટીમ વર્ક કરો.

 પોતાના હોવાનો અહેસાસ કરાવો

ઘણી વાર ગેરસમજ થઇ જતી હોય છે. સ્વભાવમાં ચીડીયાપણું આી જતું હોય છે. ત્યારે તેમને પોતાના હોવાનો અહેસાસ કરાવો તેનાથી તમને પોઝીટીવ એનર્જી મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.