યૌવન વિંઝે પાંખ
શાળાકિય શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ કરવાનો તથા જ્ઞાન પ્રાપ્તિ કરવામાં સક્ષમ બનાવવાનો છે. જેનાથી તેઓ સ્વયંના જીવનની વાસ્તવિકતાને સમજીને અનુચિત દ્રષ્ટિકોણ છોડીને ઉચિત દિશા તરફ ઘ્યાને કેન્દ્રીત કરી શકે. અન્યોને પણ ભ્રમિત થવાથી બચાવી શકે છે.કિશોરાવસ્થા એટલે તરવરાટ, શકિતસભર, જીજ્ઞાસા સભર, ઉત્સકૃતા ભરેલ વિકાસ તબકકો આ તબકકામાંથી પસાર થનાર વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ એ શાળા ઉદ્દેશ છે. દેશના શિક્ષણચિંતકો એ શિક્ષણની હેતુ સિઘ્ધી માટે કિશોરાવસ્થાને જીવંત, રસપ્રદ અને જીવનોપયોગી બનાવવાની હિમાયત કરી છે.
કિશોરાવસ્થા શિક્ષણએ કિશોર-કિશોરી સમક્ષ પોતાની વૃઘ્ધ અને વિકાસની પ્રક્રિયાથી ઉદ્દભવતી સમસ્યાઓ, મુંઝવણો અને ઉકેલ માટે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ નવો વિષય છે. આ અવસ્થામાં થતા ઝડપી ફેરફારો, સાંવેગિક, ભાવાત્મક લાગણીઓની ચઢ, ઉતર, વ્યવહાર લક્ષી, મૂલ્યલક્ષી બાબતોની સચોટ અને પ્રમાણિક જાણકારી આપતું શિક્ષણ છે. આ માત્ર જાતિય શિક્ષણ નથી, પરંતુ સાથો સાથ હકારાત્મક વલણો, સર્જનાત્મક કૌશલ્યોના વિકાસ વિશેનું શિક્ષણ પણ છે. જેમાં તમે નીચેના મુદ્દાને આવરી શકો છો.
- આત્મ સંયમ વિકસાવવાનું શિક્ષણ
- કૌટુંબિક અન ગુણવત્તાયુકત જીવનનું શિક્ષણ
- શારીરિક, માનસિક અનેુ ભાવનાત્મક પરિવર્તન સંબંધી જાણકારીનું શિક્ષણ
- વિજાતિય વ્યકિતઓ પ્રત્યે આદર ભાવનું શિક્ષણ
- સ્ત્રીઓને જાતિય ભાવના દ્રષ્ટિથી ન જોવી તેનું શિક્ષણ
- જાતિય સ્વચ્છતા, જાતીય રોગો અંગે જાણકારી આપતું શિક્ષણ
- નશીલા પદાર્થોના સેવનથી થતાં નુકશાન અને વિપરીત અસરોની જાણકારછનું શિક્ષણ
કિશોરાવસ્થા શિક્ષણ જેવા નવા ક્ષેત્રમાં અભ્યાસિક પ્રવૃતિઓ અસરકારક સાબિત થાય છે. આ એક નવું અભ્યાસકીય ક્ષેત્ર છે અને સાંસ્કૃતિક રીતે ખુબ જ સંવેદનશીલ હોવાથી સરળતાથી તેને પાઠય ક્રમ સાથે જોડી શકાતું નથી. પરંતુ પર્વતમાન અને જરૂરીયાત જોતા અનુભવાય છે કે કિશોરાવસ્થા શિક્ષણ જરૂરી છે. આ સંબંધીત શિક્ષણ બધા વિષયો સાથે જોડીને કિશોર-કિશોરીઓને યોગ્ય દિશા તરફ જવા સભાન કરી શકાય છે. કિશોરોમાં શકિતનું આધિપત્ય ખુબ જ જોવા મળે છે. ત્યારે તેની આ શકિતને અભ્યામિક પ્રવૃતિઓ થકી વિભિન્ન ઉપયોગી પ્રવાહ તરફ વાળી શકાય છે. આ દ્વારા તેની કુદરતી વૃત્તિઓ ને તેના બાહય, આંતરિક, સામાજીક, વિકાસને સમૃઘ્ધીના કાર્યો તરફ વાળી શકાય છે. જેમાં શાળામાં વાદ-વિવાદ, રોલ પ્લે, લોક નૃત્ય જેવી પ્રવૃતિ કરાવી શકાય છે.જીવન કૌશલ્યો કે જેમાં માહીતી, જ્ઞાન, વલણો અને કૌશલ્યો પર ઘ્યાને કેન્દ્રીત કરી પ્રવર્તમાન પરિસ્થિતિમાં તેને ક્રિયાન્વિત વ્યવહારને સકારાત્મક બનાવવા પર ઘ્યાન આપી શકાય. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના મતે જીવન કૌશલ્યો એટલે, વ્યકિતને રોજીંદા જીવનમાં જે પડકારો મુશ્કેલીઓ કે માંગ આવે તેને અસરકારક રીતે પાર પાડવાની ગ્રાહય વિકાસાત્મક અને હકારાત્મક વર્તુણક ની આવડત છે. તે કિશોરોનો સર્વાગી વિકાસ કરે છે.
તેના લક્ષ્યોમાં વિકાસ, અગ્રતાક્રમ અને પ્રાપ્તિ આવે છે. જીવન શૈલીની પસંદગીમાં તેની ટેવો, ખાદ્ય શૈલી, શોખ, સંયમનો અમલ, તાણ નિયંત્રણ, સમવયસ્કોનું દબાણ જેવી બાબતો સાથે વ્યવસાયની પસંદગીમાં આગળ અભ્યાસ અને મિત્રોની સાથે તેના સંબંધો પરત્વે જાગૃત થાય છે. જાતિયતા, જાતિ ભેદ, સમાનતા, લગ્નની તૈયારી, સાથીની પસંદગી, લગ્નજી જવાબદારી જેવી કુટુંબ જીવન શિક્ષણ મેળવે છે.આજના કિશોરોમાં ઓળખાયેલા જીવન કૌશલ્યો પૈકી નિર્ણય કરવો અને સમસ્યા ઉકેલવી, રચનાત્મક વિચારો અને કટોકટી માટેના વિચારો સ્વજાગૃતતા અને પરાનુભૂતિ, સંદેશા વ્યવહાર અને આંતરીક વ્યકિતગત કૌશલ્યો લાગણીઓ અને તાણને સફળતાપૂર્વક પાર પાડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.