ચીનના વુહાનમાંથી ઉદ્ભવેલા કોરોનાની ભુતાવળ માનવ જગતનો સહેલાઈથી પીછો છોડે તેમ નથી. કોરોના સાથે જીવી લેવાની આદત પાડવી પડશે. કોરોનાનો એક વાયરો લાખોના ભોગ લીધા બાદ કાબુમાં આવું-આવું થઈ રહ્યો છે ત્યાં ફરી નવો વાયરો શરૂ થતાં પુન: લોકડાઉનથી લઈ સોશિયલ ડિસ્ટન્સની તકેદારી ઉભી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વકરતા દીવમાં પણ શનિ-રવિ પર્યટકો પર પ્રતિબંધ મુકવાના આદેશ સરકારે જારી કયા છે. કોરોનાના નવા વાયરાના પગલે કેન્દ્ર શાસીત દીવમાં શનિ-રવિના દિવસો દરમિયાન તમામ પર્યટક સ્થળ અને ખાસ કરીને બીચ બંધ રાખવામાં આવશે.
કેન્દ્ર શાસીત દીવ નજીકના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો પલ્ટો આવ્યો છે ત્યારે દીવમાં પણ આ વાયરાની શકયતાને લઈ દીવ પર્યટન સ્થળ હોય. શનિ-રવિ સમગ્ર દેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં દીવની મુલાકાત લેતા હોય ત્યારે દીવમાં અત્યારે એક પણ કેસ નથી પણ બહારથી આવતા ટુરીસ્ટોમાં જો આ સંક્રમણની અસર હોય તો કોરોના રહીત દીવ પર કોરોનાનું સંકટ અને અહીં આવતા પ્રવાસી પર જોખમ ઉભુ થાય તેવી પરિસ્થિતિમાં શનિ-રવિમાં મોટી સંખ્યામાં ટુરીસ્ટો આવતા હોવાથી દીવના પર્યટક સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દીવની હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને વિદેશથી મોટી સંખ્યામાં ટુરીસ્ટોનું આગમન થતું હોય છે. દીવમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
શનિ-રવિ દરમિયાન દીવ ફરવા જવાના ક્રેઝને લઈને રજાના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાઈણીઓની ભીડ ઉમટે તેવી પરિસ્થિતિમાં દીવના પર્યટન સ્થળોને જાહેર રજાના દિવસો દરમિયાન બંધ રાખવાનો નિર્ણય તંત્રએ જાહેર કર્યો છે.