વિદ્યાર્થીની સ્યુટેબિલિટી નક્કી કરવાનો અને તેના પર નિર્ણય લેવાનો તંત્ર પાસે અધિકાર છે.
MBBSમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરેલી અરજીને ફગાવી ચુકાદો આપતા કહ્યું કે, મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્યુટેબિલિટીના આધાર ઉપર જ તેમને પ્રવેશ આપી શકાય.
કોર્ટે આગળ કહ્યું કે, માત્ર સારા માર્ક્સ અથવા મેરિટમાં હોવાથી મેડિકલ જેવા પ્રોફેશનમાં જવાના પ્રવેશનો માર્ગ ખુલ્લો થતો નથી. ડિસએબિલિટી કયા પ્રકારની અને કેટલી છે તેને જોઈને વિદ્યાર્થીને પ્રવેશ આપવા અંગે નિર્ણય કરવાનો અધિકાર તંત્ર પાસે છે.