મેરિટમા આવેલા 11173માંથી 9693એ પ્રવેશ લેતા પહેલા રાઉન્ડના અંતે 35 હજારથી વધુ બેઠકો ખાલી

ડિપ્લોમાથી ડિગ્રીમાં ચાલતી પ્રવેશ કાર્યવાહી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી છે. 42276 બેઠકો પર માત્ર 9693 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે. આમ પહેલા રાઉન્ડના અંતે ડી ટુ ડીની 35 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે.

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરી પાસ કરેલા વિદ્યાર્થીઓને સીધા ડિગ્રીના બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. ડી ટુ ડી માટે 10 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. આમ ગયા વર્ષે જે બેઠકો ખાલી પડી હોય તે પણ આ વર્ષે ફાળવી દેવામાં આવે છે. આમ, ચાકુ વર્ષે કુલ 42276 બેઠક માટે પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. જુદા જુદા 15 બોર્ડમાંથી ડિપ્લોમાં ઇજનેરી પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સૂચના આપવામાં આવી હતી.

રજીસ્ટ્રેશનના આધારે પ્રવેશ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા મેરિટમાં 11173 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચોઇસ ફિલિગ બાદ 9693 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જો કે હવે બીજો રાઉન્ડ પણ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં જે ઉમેદવારોએ પ્રવેશ મેળવ્યો છે તેઓએ 16 ઓગષ્ટ સુધીમાં ટોકટ ટ્યૂશન ફી ભરી પ્રવેશ કન્ફોર્મ કરવાનો રહેશે.

જો કે જે ઉમેદવારો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફોર્મ ના કરી શકે તે બીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશે. આમ ડિપ્લોમાં ટુ ડિગ્રીમાં પ્રથમ રાઉન્ડના અંતે 35 હજારથી વધુ બેઠકો ખાલી પડેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.