નીટની પરીક્ષામાં સરકારી કોલેજના વિદ્યાર્થીઓ વધુ ગુણ મેળવે છે
મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તલપાપડ થતા હોય છે એમાં પણ ઓછી સીટ હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જણાય ત્યારે ટેબલ નીચેથી પૈસા સરકાવતા વાર લાગતી નહીં આ કોઈ જ્ઞાતિ સંબંધી આરક્ષણ નહીં પણ નાણા સંબંધી કરારો કહી શકાય. ગત વર્ષે ૪૦૯ કોલેજોમાં ૫૭ હજાર વિદ્યાર્થીઓએ એડમીશન મેળવ્યા હતા. જેમાં ૭૨૦ માંથી ૪૪૮માં સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં અવ્વલ રહ્યા હતા અને ખાનગી કોલેજોના કવોટામાં માત્ર ૩૦૬ સીટો જ મળી હતી.
સરકારી સંસ્થામાં અભ્યાસ કરતા ૩૯ વિદ્યાર્થીઓ છે અને ૧૭ હજાર ખાનગી સંસ્થામાં શિક્ષણ મેળવે છે એમાં પણ એનઆરઆઈ વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવે છે. સરકારી કોલેજોના કવોટામાં નીટની પરીક્ષામાં ૫૨૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ પરિણામ લાવે છે ત્યારે પાંચ લાખની ફી ભરીને ખાનગી કોલેજના ૩૯૯ વિદ્યાર્થીઓ ડચકા લેતા-લેતા પાસ થાય છે ત્યારે આ જ કોર્ષમાં એનઆરઆઈ પાસેથી રૂ.૧૯ લાખ સુધી લેવામાં આવે છે. કહેવાય છે કે ડોકટર ભગવાનનું સ્વ‚પ હોય છે અને જો એ સ્વ‚પ માટે વિદ્યાર્થીઓ ચીટીંગ કરતા હોય તો આપણો સૌનો જીવ જોખમમાં છે. જયારે નીટના પ્રવેશ અને ફીની સરખામણી કરવામાં આવે ત્યારે દુધનું દુધ અને પાણી અલગ તરી આવે છે માટે જ સૌથી ઉંચી ફી વસુલતા એનઆઈઆર કવોટામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી રહ્યા છે. એમાં જો સરકારી કોલેજોની વાત કરવામાં આવે તો મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ વધુ સારા માર્કે પાસ થઈ રહ્યા છે. સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની વાર્ષિક ફી પણ ૫૦ હજારથી ઓછી હોય છે ત્યારે ખાનગી કોલેજોમાં લાખોની ફી ચુકવીને પણ નીટમાં મેરીટ સાથે પાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે.