• નાટાનો સ્કોર હવે બે વર્ષ સુધી માન્ય રાખવાની જાહેરાત કરાઈ 

ધો.12 પછી આર્કિટેક્ટમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓએ નેશનલ એપ્ટીટયુટ ટેસ્ટ ઇન આર્કીટેક્ચર આપવી પડી છે. હાલમાં પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાયું છે. આગામી 6 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં એકસાથે નાટા લેવાશે. નાટાનો સ્કોર હવે બે વર્ષ સુધી માન્ય રાખવાની જાહેરાત કરવામાં આવી છે.બેચરલ ઓફ આર્કીટેકમાં પ્રવેશ માટે અલગથી નાટા લેવામાં આવે છે. ધો.12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ નાટા આપી શકતા હોય છે. જોકે, હવે નાટાનો સ્કોર બે વર્ષ સુધી માન્ય રાખવાની જાહેરાત કરાયા બાદ વિદ્યાર્થીઓ ધો.11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ પણ નાટા આપી શકશે.

ધો.11માં જ આ નાટા પાસ થઇ જાય તો બે વર્ષ સુધી સ્કોર માન્ય રહેવાનો હોવાથી ધો.12 પાસ થયા પછી પણ આ સ્કોરને માન્ય ગણાશે. આ સાથે જ ધો.10 ગણિત સાથે પાસ કર્યા પછી ડિપ્લોમા પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ નાટા આપી શકશે. હાલમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. આગામી 6 એપ્રિલના રોજ નાટા લેવાશે. સામાન્ય રીતે અત્યાર સુધી નાટાનો સ્કોર એક જ વર્ષ માટે માન્ય રહેતો હોવાથી અનેક વિદ્યાર્થીઓને બીજી વખત પરીક્ષા આપવી પડતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.