સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખાની એક મીટીંગના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે મળેલ હતી.
આ બેઠકમાં કાયદા વિદ્યાશાખા હેઠળના વિવિધ અભ્યાસક્રમો, અભ્યાસક્રમોમાં સુધારા-વધારા તથા પરીક્ષાલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.
કાયદા વિદ્યાશાખાની મીટીંગમાં કાયદા વિદ્યાશાખા હેઠળના અભ્યાસક્રમોની પરીક્ષાઓ રાજકોટ ખાતે એક જ કેન્દ્રમાં સેન્ટ્રલાઈઝ લેવાનો કાયદા વિદ્યાશાખાની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ હતો.
આ સુંદર નિર્ણયને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે સ્વીકૃતિ આપી ઉપસ્થિત તમામ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાયદા વિદ્યાશાખા હેઠળના અભ્યાસક્રમોની પરીક્ષાઓ રાજકોટ ખાતે એક જ કેન્દ્રમાં સેન્ટ્રલાઈઝ લેવાનો કાયદા વિદ્યાશાખાની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે આ અંગે જણાવ્યું હતું કે કાયદા વિદ્યાશાખાની મીટીંગમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી સુંદર નિર્ણય કરવામાં આવેલ છે.
કુલપતિ એ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં એલએલ.બી. તથા એલએલ.એમ. ની પ્રવેશ પ્રક્રિયા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે.
આ મીટીંગમાં કાયદા વિદ્યાશાખાના ડીન ડો. મયુરસિંહ જાડેજા, ડો. વિમલભાઈ પરમાર, ડો. મીનલબેન રાવલ, ડો. પરેશકુમાર ડોબરીયા, પ્રો. ધિરેનભાઈ ચોટાઈ, જયેશભાઈ જાની, ડો. પ્રફુલ્લકુમાર પાનસુરીયા તથા ડો. જાગૃતિબેન પલાણ ઉપસ્થિત રહ્યા હતા.