પ હજાર મહિલાઓ દિવા પ્રગટાવી કરશે માંની આરાધના: આયોજકોએ ‘અબતક’ને આપી વિગતો
સહીયર અને ગ્રાઉન્ડમાં ફકત બહેનો માટે એક દિવસનું વેલકમ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરુઆત સાંજે ૬ વાગ્યે હાથમાં દીવો લઇને માં આઘ્યશકિતની મહાઆરતીથી કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી આરાઘ્ય કલબ અને આર.ડી. લેડીસ કલબ દ્વારા આયોજીત થતા આ રાસોત્સવમા મહાઆરતી આ કાર્યક્રમની ઓળખ છે.આ આયોજનમાં દેશનું સર્વ પ્રથમ આઇએસઓ સર્ટીફાઇડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં મા સ્થાન ધરાવનારા તેજસ શીશાંગીયાપ્રેઝેન્ટસ ગ્રુપ જીલ એન્ટરટેઇનમેન્ટ મ્યુઝિક આપશે. ગુજરાતના ખ્યાતનામ સિંગર રાહુલ મહેતા, તેજસ શીશાંગીયા અની ચાર્મી રાઠોડ ખેલૈયાઓ ને ડોલાવવા પર મજુબ કરશે. ઉલ્લેખનીય છે કે સાંસ્કૃતિક કાર્યક્રમની આરાઘ્ય કલબ તેની સામાજીક જવાબદારી નીભાવતા આર્થીક રીતે નબળા અને ભણતરમાં હોશીયાર હોય તેવા વિઘાર્થીઓને ભણતર અધુરુ ના રહી જાય તે માટે ૩૪ વિઘાર્થીઓને ભણવા માટે આરાઘ્ય કલબ એ દત્તક લીધા છે.આ આયોજનને સફળ બનાવવા માટે આરાઘ્ય કલબનાના નિલેશ શીશાંગીયા, સંજ ય શાહ, પરાગ દુધરેજીયા, જોસેફ સબાસ્ટીયન, તેજસ રાવલ, કેવલ મહેતા, જય પટેલ, સુરેશ મકવાણા અને મુન્નાભાઇ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે સાથે આરાઘ્ય કલબને આર.ડી. લેડીઝ કલબના પ્રોજેકટ ચેરપર્સન કીર્તીબેન પોપટ, ચેરપર્સન જયોતિબેન પોપટ, પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ઉપપ્રમુખ કલ્પનાબેન પારેખ, સેકેટરી નીતાબેન મહેતા તથા આર.ડી. લેડીસ કલબ કમીટી મેમ્બર્સ અને રાજકોટ શહેર સુરક્ષા સેતુ, કલબ-૯ અને પાર્સવ ઇવેન્ટ ના બ્રિજેશ પડીયા, ઘ્વની મહેતા, ભાવીક ગણાત્રા અને સિઘ્ધાર્થ ડોબરીયા આ કાર્યક્રમને સપોર્ટ કરી રહ્યા છે. વધારે વિગત મેળવવા માટે મો.નં. ૯૮૯૮૯૨૩૮૦૯ ઉપર સંપર્ક કરવા ‘અબતક’ની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.