કોરોનાનું સંક્રમણ હવે સતત ઘટી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં ધો.9 થી 11 સુધીની શાળાઓ ત્વરીત શરૂ કરવા મંજૂરી આપવામાં આવે તેવી માગણી સાતે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં શાળા ખોલવા માટે મંજૂરી આપવામાં નહીં આવે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે, સરકાર દ્વારા ટયુશન કલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વીમીંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહિત તમામ વાણીજ્ય વ્યવસાયને કોવિડ ગાઈડ લાઈન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઈના કોઈ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્યના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજ્યના તમામ જિલ્લા મથકોએ આજે શિક્ષણાધિકારીઓને આવેદનપત્ર આપવા જણાવ્યું હતું.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ રાજકોટ જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે કોરોનાની ત્રીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાકલોને અપૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરેલ તે રીતે જ્યારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટયુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે. તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે ?

Screenshot 5 14

ત્રીજી વેવ ખાતે તેની રાહ જોઈને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઈએ. આવનારા દિવસો માટે આપક્ષે સુરક્ષીત વાતાવરણ બનાવી સુરક્ષાના તમામ પગલાઓ ભરી શિક્ષકાર્ય શરૂ કરવું જોઈએ. જો ભવિષ્યમાં પરિસ્થિતિ અનુકુળ ન જણાય તો તકેદારીના ભાગરૂપ ફરી શાળાઓ જરૂરીયાત મુજબ બંધ કરી શકાય છે.

તાજેતરમાં નામદાર હાઈકોર્ટ દ્વારા (રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની પીઆઈએલ દરમિયાન) ટકોર કરવામાં આવેલી કે ‘ક્રિકેટના મેદાન પર ભીડ થઈ શકતી હોય તો આ પરિસ્થિતિમાં શાળાઓ બંધ રાખીને શિક્ષણ બગાડવું ન જોઈએ. જે પરથી પ્રતિત થઈ છે કે, શાળાઓ ખોલીને બાળકોના ભવિષ્ય માટે સારા પગલાઓ લઈ શકાય છે.

હજુ આ પછી પણ જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલનના પણ મંડાણ કરાશે. જો જરૂરી જણાશે તો ઓનલાઈન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે અકચાશું નહીં, જેની સરકાર ગંભીર નોંધ લે તેવી માંગણી કરી છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક પ્રમુખ ડી.વી.મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો.ડી.કે.વાડોદરીયા, મહામંત્રી પરીમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ વતી પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઈ ભરાડ, એફઆરસી કમીટીના સભ્ય અજયભાઈ શાળાઓ શરૂ કરવા દેવા આ આવેદનપત્રના માધ્યમથી ઉગ્ર માંગ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.