જામનગરમાં જિલ્લા પંચાયતમાં ગત પાંચ વર્ષ કોંગ્રેસના શાસનની ટર્મ પુરી થયા બાદ જિલ્લા પંચાયતમાં હાલ વાહીવતદારની નિમણુંક કરવામાં આવી હોવાથી કર્મચારીઓને લીલા લહેર પડી ગયા હોય તેમ કચેરીઓ ખાલીખમ જોવા મળી રહી છે.
જિલ્લા પંચાયતમાં ગત પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસનું શાસન હતું. પરંતુ ટર્મ પુરી થઈ જતા હોવી નવી ચૂંટણીના યોજાય ત્યાં સુધી તમામ વહીવટ વાહિતદારને સોંપવામાં આવ્યો છે.
હાલ કોઈ રાજકીય સભ્ય જિલ્લા પંચાયતમાં નહીં ડોકાતા ઘણી ઓફિસોમાં ગુટલીબાજની છાપ ધરાવતા કર્મચારીઓ ઓફિસ ફરજના સમય દરમ્યાન ડોકાતા નહિ હોવાથી ઓફિસમાં કાગડા ઉડતા હોય તેવો માહોલ જોવા મળે છે.