કડકડતી ઠંડીમાં ભૂલકાઓ થરથરે છે
આઠ વાગ્યાનો સ્કુલનો ટાઈમ હોવા છતા વિદ્યાર્થીઓને પોણા સાતે બોલાવતા જો અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ?
જસદણ ચિતલીયા રોડ પર આવેલ આલ્ફા વન હોસ્ટેલ નવોદય બાલાચડી ટ્યુશન ક્લાસ નામની સ્કૂલમાં આજે વહેલી સવારના 6 45 વાગ્યાના નાના બાળકો સ્કૂલે આવતા અબતક ન્યૂઝ ચેનલના કેમેરામાં નાના બાળકો સ્કૂલે જતા કેદ થયા હતા સ્કૂલ સંચાલક જયસુખ શંખાળવા કબુલ કરે છે કે અમે સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કરેલ છે
જસદણ ચિતલીયા રોડ પર આવેલ આલ્ફા વન હોસ્ટેલ નવોદય બાલાચડી ટ્યુશન ક્લાસ નામની સ્કૂલ જસદણના ચિતલીયા રોડ પર આવેલ આલ્ફા નવોદય સ્કૂલ જે સ્કૂલના સંચાલકે સરકારના પરિપત્રનું ઉલંઘન કરેલ છે તો રાજકોટમાં એક બાળકીનો ઠંડીના કારણે મોત થતાં રાજકોટ કલેકટર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે કે સ્કૂલ નો ટાઈમ 7:00 વાગ્યાનો હતો ઠંડી ના કારણે બદલીને 8:00 વાગ્યાનો રાખવામાં આવેલ છે જેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં જસદણની આલ્ફા નવોદય સ્કૂલમાં આ પરિપત્રનું એટલે કે કલેક્ટરના આદેશનું પણ પાલન કરવામાં આવતું નથી નાના નાના બાળકો છે ઠંડી પણ સહન ન કરી શકે અત્યારે હાલ હાર્ડ થીજવી ઠંડી પડી રહી છે છતાં પણ આ સ્કૂલ સંચાલકને નાના બાળકો પર જરા પણ દયા આવતી નથી અને એમ લાગી રહ્યું છે કે આમને સરકારશ્રીનો પણ ડર લાગતો નથી પોતે કબુલ કરી રહ્યા છે કે અમને સરકારનો પરિપત્ર મળ્યો નથી પછી પૂછવામાં આવ્યું તો કહે છે કે આ સ્કૂલનો ટાઈમ આઠ વાગ્યાનો છે તેમને જાણ છે તો 8:00 વાગે નો ટાઈમ હોવા છતાં પોણા સાત વાગે બાળકોને બોલાવે કોઈપણ બાળકને કંઈ થાય અથવા આ ઘટિત ઘટના બને તો જવાબદાર કોણ શું આ આલ્ફા નવોદય સ્કૂલના સંચાલક સામે કલેક્ટર કઈ પગલા ભરશે કેકેમ?